PM મોદી કાલે અયોધ્યામાં રોપશે પારિજાત, જાણો શું છે પૌરાણિક મહત્વ

04 August, 2020 09:44 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

PM મોદી કાલે અયોધ્યામાં રોપશે પારિજાત, જાણો શું છે પૌરાણિક મહત્વ

પારિજાત

પાંચ ઑગસ્ટના રોજ પીએમ મોદી અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન કરશે. આ દરમિયાન પીએમ મોદી શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં પારિજાત પણ રોપશે. આખરે શું છે આ ઝાડનું મહત્વ અને ખાસિયત જેને કારણે આને ભૂમિપૂજનનો ભાગ બનવવામાં આવ્યો. જાણો આ દિવ્ય વૃક્ષની ખાસિયતો વિશે...

પારિજાતનું ઝાડ ખૂબ જ સુંદર હોય છે. પારિજાતના ફૂલ ભગવાનના શ્રીહરિના શ્રૃંગાર અને પૂજનમાં વાપરવામાં આવે છે, આની સુગંધ ખૂબ જ મનમોહક હોય છે. તેને કારણે આ સુગંધિત પુષ્પને હરસિંગારના નામે પણ ઓળખવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે પારિજાતના સ્પર્શ માત્રથી થાક ઉતરી જતો હોય છે. પારિજાતના ઝાડની ઉંચાઇ 10થી 25 ફૂટ સુધી હોય છે. આ ઝાડની ખાસિયત એ છે કે આમાં ફૂલ ખૂબ જ વધારે માત્રામાં ઉગે છે. એક દિવસમાં કેટલા પણ ફૂલ તોડી લો, બીજા દિવસે ફરી આમાં મોટી સંખ્યામાં ફૂલો ખીલી ઉઠે છે. આ ઝાડ ખાસ કરીને મધ્ય ભારત અને હિમાલયની નીચલી તરાઇઓમાં વધારે ઉગે છે. આ ફૂલ રાતે ખીલે છે અને સવાર થતાં જ બધાં ફૂલ ખરી પડે છે. તેથી આ ફૂલને રાતરાણી પણ કહેવામાં આવે છે.

હરસિંગાર ફૂલ પશ્ચિમ બંગાળનું રાજકીય પુષ્પ પણ છે. વિશ્વભરમાં આની અને પ્રજાતિઓ જોવા મળે છે. કહેવાય છે કે ધનની દેવી લક્ષ્મીને પારિજાતના ફૂલ અત્યંત પ્રિય છે. પૂજા પાઠ દરમિયાન માતા લક્ષ્મીને રિઝવવા માટે આ ફૂલ ચડાવવાથી તે પ્રસન્ન થાય છે. મહત્વની વાત તો એ છે કે પૂજા પાઠમાં પારિજાતના તે જ ફૂલનો ઉપયોગ થાય છે જે ઝાડ પરથી તૂટીને પડી ગયા હોય. પૂજા માટે આ ઝાડ પરથી ફૂલ તોડવા નિષેધ છે. એક માન્યતા એ પણ છે કે 14 વર્ષના વનવાસ દરમિયાન સીતામાતા હરસિંગારના ફૂલોથી પોતાનો શણગાર કરતાં હતાં.

હરિવંશ પુરાણમાં પારિજાતને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવ્યા છે. માન્યતા છે કે સ્વર્ગ લોકમાં આને સ્પર્શ કરવાનો અધિકાર માત્ર ઉર્વશી નામની અપ્સરાને હતો. આ ઝાડનાં સ્પર્શ માત્રથી ઉર્વશીનો બધો થાક ઉતરી જતો હતો. આજે પણ લોકો માને છે કે આનાં છાયડામાં બેસવાથી થાક ઉતરી જાય છે.

national news life and style astrology