Paush Purnima 2024: 24 કે 25 જાન્યુઆરી? કઈ વસ્તુ ખરીદવી? વરસશે લક્ષ્મીકૃપા

23 January, 2024 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Paush Purnima 2024: આ વર્ષે પોષ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તારીખ 24 જાન્યુઆરી 2024ની રાત્રે 9:24 વાગ્યાથી શરૂ થઈ રહી છે.

પૂર્ણિમાની પ્રતીકાત્મક તસવીર

Paush Purnima 2024: હિન્દુ ધર્મમાં આમ પણ પૂર્ણિમાના દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. વર્ષ દરમિયાન કુલ 12  પૂર્ણિમા આવતી હોય છે. તે દરેક પૂર્ણિમાનું મહત્વ રહેલું છે. નુતન વર્ષમાં 25 જાન્યુઆરી, ગુરુવારે પૂર્ણિમાનો યોગ બની રહ્યો છે. આ પૂર્ણિમા ઉજવવામાં આવે તો તેનાથી ખૂબ જ ફાયદો થતો હોય છે.

શા માટે પૂર્ણિમા ઉજવવી જોઈએ?

હિન્દુ શાસ્ત્રોમાં પણ પૂર્ણિમા (Paush Purnima 2024) ઉજવવાનું સૂચવવામાં આવ્યું છે. તેનાથી જીવનમાં આવતી તમામ પ્રાક્રની પરેશાનીઓ દૂર થાય છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવતી હોય છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ક્યારે છે પોષ પૂર્ણિમા? 24 કે 25?

આ વર્ષે પોષ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા (Paush Purnima 2024)ની તારીખ 24 જાન્યુઆરી 2024ની રાત્રે 9:24 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને તે બીજા દિવસે એટલે કે 25 જાન્યુઆરી 2024ના રોજ રાત્રે 11:23 વાગ્યા સુધી રહેશે. ઉદયતિથિ અનુસાર આ વર્ષે પોષ પૂર્ણિમા 25 જાન્યુઆરી 2024ના રોજ ઉજવવામાં આવશે.

આ વર્ષે પૂર્ણિમાના દિવસે થઈ રહ્યો છે આ શુભ સંયોગ

આ વર્ષે પોષ પૂર્ણિમા (Paush Purnima 2024)ના દિવસે પુનર્વસુ નક્ષત્ર, સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ અને ગુરુ પુષ્ય યોગનો અદ્ભુત સંયોગ રચાઈ રહ્યો છે. આ શુભ યોગમાં સ્નાન અને દાન સહિત તમામ ધાર્મિક કાર્યો કરવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે અને આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી શાંતિ મળે છે.

ખરીદી કરવા માટે છે શુભ યોગ

Paush Purnima 2024: શાસ્ત્રો અનુસાર જો આ શુભ યોગમાં ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને ચંદ્ર દેવની પૂજા યોગ્ય વિધિથી કરવામાં આવે તો શુભ ફળ પ્રાપ્ત થાય છે. જો પૂજાની સાથે આ શુભ સંયોગો દરમિયાન શુભ ખરીદી કરવામાં આવે તો વ્યક્તિને જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. 25 જાન્યુઆરીએ ગુરુ-પુષ્યના અનોખા સંયોગને કારણે વાહન, મકાન અને જમીનની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ રીતે કરો વ્રત

પ્રદોષ વ્રતના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કર્યા બાદ ઘર મંદિરને સાફ કરો. ભગવાન શિવની મૂર્તિની સામે દીવો પ્રજ્વલિત કરવાનું પણ કહેવામાં આવે છે. ભગવાન શંકરને ધૂપ, દીપ અને નેવૈદ્ય અર્પણ કરવું જોઈએ. આ સાથે જ ભગવાન શિવના બીજ મંત્રોનો જાપ કરવાથી પણ ફાયદા થાય છે. 

સાંજે પૂજા સમયે ભગવાન શિવનો જલાભિષેક કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. શિવજીને  બિલ્વપત્ર, ભાંગ, ધતુરો ચઢાવવામાં આવે છે. ભગવાન ગણેશ, માતા પાર્વતી અને ભગવાન શિવની આરતી કરી પૂજા પૂરી થયા બાદ પ્રસાદ દરેકને વહેંચો અને જાતે જ તેનું સેવન કરવું જોઈએ. 

hinduism life and style culture news astrology