આજે જેઠ મહિનાનો મોટો મંગળવાર : માંગલિક દોષ ધરાવતી વ્યક્તિઓએ ચોક્કસ કરવું આટલું

23 May, 2023 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હનુમાન ભક્તો ભૂલથી પણ ન કરતાં આ ભૂલ : પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

હિંદુ ધર્મમાં જેઠ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનામાં આવતા દરેક મંગળવારનું પણ ખુબ મહત્વ હોય છે. જેને મંગળ દોષ હોય તેના માટે આ મહિનામાં વ્રત કરવું શુભ ગણાય છે.

આજે જેઠ મહિનાનો ત્રીજો મંગળવાર છે. આજના દિવસને બુધવા મંગળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે બજરંગબલીની એટલે કે હનુમાનની પૂજા કરવાથી મંગળ દોષમાંથી મુક્તિ મળે છે, તેવું કહેવાય છે. જો તમારી કુંડળીમાં મંગળ દોષ હોય તો તમારે તેમની પૂજા કરવી જોઈએ. જો કારકિર્દીમાં પ્રગતિતો આ મંગળવારે વ્રત કરવું કરવી હોય તો મંગળવાનું વ્રત કરવું સારું છે. પરંતુ હનુમાનજીની પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો – Budh Margi:બુધ મેષ રાશિમાં માર્ગી થશે, આ રાશિના લોકોના તમામ સંકટ થશે દૂર

આજે શું ન કરવું જોઈએ…

૧. આજના દિવસે કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટાળો. કહેવાય છે કે, આજના દિવસે ઉધાર આપેલા પૈસા જલ્દી પાછા નથી આવતા અને ઉધાર આપનારે પૈસાની તંગી ભોગવવી પડે છે.

૨. આજના દિવસે ઉત્તર દિશામાં જવું શુભ માનવામાં આવતું નથી. તેમજ પશ્ચિમ દિશામાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. આ સિવાય આજના દિવસે બહાર જતા પહેલા કંઈક ગળ્યું અવશ્ય ખાઓ.

૩. આજના દિવસે કોઈ પર ગુસ્સો કરવાનું ટાળો. કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો.

૪. આજના દિવસે માંસ અને શરાબનું સેવન ટાળવું જોઈએ.

આજે શું કરવું…

૧. આજે લાલ ચંદનની માળાથી ૧૦૮ વાર ‘ઓમ ક્રાં ક્રીમ ક્રમ સહ ભૂમાય નમઃ’નો જાપ કરો.

૨. આજે હનુમાનજીની પૂજા કરવી.

૩. હનુમાનજીની પૂજામાં લાલ વસ્ત્ર, લાલ ફૂલ અને સિંદૂર અવશ્ય ધારણ કરો.

૪. સુર્યકાંડનો પાઠ કરો અને ગોળ-ચણાનો પ્રસાદ ધરાવો.

આ પણ જુઓ – `પૈસા હી પૈસા હોગા...`બસ કરો આટલું

પૂજાનું શુભ મુહૂર્ત

આજે મંગળવારની પૂજાનો શુભ સમય આદ્રા નક્ષત્રમાં ૧૨.૫૮ મિનિટ સુધી છે. જ્યારે રાહુકાળ બપોરે ૦૩.૪૩ વાગ્યા થી ૫.૨૬ વાગ્યા સુધી રહેશે.

life and style astrology