આજે રાતે ગુરુ દેખાશે સૌથી મોટો અને વધુ પ્રકાશિત

10 June, 2019 04:45 PM IST  |  અમદાવાદ

આજે રાતે ગુરુ દેખાશે સૌથી મોટો અને વધુ પ્રકાશિત

ગુરુની તસવીર

સોમવારે એટલે કે 10 જૂનના રોજ સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ પૃથ્વીની સૌથી નજીક આવી રહ્યો છે. પૃથ્વીની સૌથી નજીક હોવાને કારણે ગુરુ ગ્રહ આજે રાત્રે ખાસ્સો મોટો અને પ્રકાશિત દેખાશે. એટલું જ નહીં ગુરુ ગ્રહની સાથે સાથે તેના ચાર ઉપગ્રહ પણ જોઈ શકાશે.

હશે ઓછામાં ઓછું અંતર

મળતી માહિતી પ્રમાણે 10 જૂન રાત્રે 8.41 વાગે ગુરુ અને પૃથ્વી વચ્ચે સૌથી ઓછામાં ઓછું અંતર હશે. આ સમયે ગુરુ અને પૃથ્વી વચ્ચે 640.91 મિલિયન કિલોમીટરનું અંતર હશે. આ અંતર ગત વર્ષે 658 મિલયન કિલોમીટરનું હતું. એટલે કે ગુરુ ગ્રહ ગત વર્ષ કરતા પણ આ વર્ષે પૃથ્વીની વધુ નજીક આવી રહ્યો છે. આ સમયે લોકો સામાન્ય દૂરબીનથી પણ ગુરુ તેમજ તેના ઉપગ્રહને જોઈ શક્શે. પૂર્વ દિશામાંથી ગુરુનો ઉદય થશે.

ચાર ઉપગ્રહ પણ જોઈ શકાશે

વેજ્ઞાનિકોના કહેવા પ્રમાણે ગુરુ આજે પૃથ્વીથી સૌથી નજીક હોવાને કારણે તેના ચારેય ઉપગ્રહ મૂન આયો, યુરોપા, કેલિસ્ટો અને ગનીમેડ પણ સ્પષ્ટ જોઈ શકાશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગૈનીમેડ ગુરુનો સૌથી મોટો ઉપગ્રહ છે એટલું જ નહીં તે સૂર્ય મંડળનો સૌથી મોટો ઉપગ્રહ પણ છે. તેનો વ્યાસ બુધ ગ્રહના વ્યાસ કરતા 5268 કિલોમીટર વધુ છે. 1610માં ગેલીલિયો ગેલિલીનીએ સૌથી પહેલા ગુરુ ગ્રહને જોયો હતો. આ દરમિયાન ગેલેલિયોએ તેની ચારે તરફ ફરતા ઉપગ્રહ પણ જોયા હતા. એટલે જ તેને ગેલેલિયન મૂન્સ પણ કહેવામાં આવે છે.

જોઈ શકાશે લાલ ડાઘ

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લોકો ગુરુની સપાટી પર લાલ કલરનો ડાઘ પણ જોઈ શક્શે. આ લાલ કલરનો ડાઘ એ ગુરુની સપાટી પર ચાલી રહેવું તોફાન છે. જેને ગ્રેડ ધ રેડ સ્પોટ નામથી ઓળખાય છે. આ ડાઘનો આકાર પૃથ્વીના આકાર કરતા પણ મોટો છે.

આ પણ વાંચોઃ સાપ્તાહિક રાશિભવિષ્ય: મેષ રાશિની માનસિક ચિંતા ઓછી થાય

2022માં સૌથી નજીક હશે ગુરુ

ગુરુ ગ્રહ 2022માં પૃથ્વીની સૌથી નજીક હશે. 26 સપ્ટેમ્બરના રોજ ગુરુ ગ્રહનું પૃથ્વીથી અંતર ઘટીને માત્ર 59.13 કરોડ કિલોમીટર થઈ જશે. આ અવસ્થા 2100 સુધી પૃથ્વી અને ગુરુની સૌથી નજીકની અવસ્થા હશે.

gujarat news