ગૌરી વ્રત: આ રીતે કરો પૂજન વિધિ, જાણો માહાત્મ્ય

10 July, 2019 08:09 PM IST  |  મુંબઈ ડેસ્ક

ગૌરી વ્રત: આ રીતે કરો પૂજન વિધિ, જાણો માહાત્મ્ય

ભગવાન શિવ

શુક્રવારે 12 અષાઢ સુદ 11ના દિવસે કુંવારિકાઓ ગૌરી વ્રત શરૂ કરે છે અને પાંચ દિવસ સુધી આ વ્રત કરવાનો હોય છે. વ્રત દરમિયાન મીઠા વગરના ખાદ્ય પદાર્થોનું જ સેવન કરવાનું હોય છે.

12 જુલાઇ 2019 શુક્રવારે દેવશયની એકાદશીથી કુંવારિકાઓ આ વ્રતની શરૂઆત કરશે. નાની નાની બાલિકાઓ સવારના પહોરમાં શિવમંદિર જઈને શિવ-પાર્વતીની પૂજા કરતી હોય ત્યારે તેમને જોવા માત્રથી જાણે આપણા બઘા પાપ ધોવાઇ જતાં હોય તેવી અનુભૂતિ થતી હોય છે.

આ વ્રત સતત પાંચ દિવસ કરવાનું હોય છે જેમાં બાલિકાઓ મીઠા વગરના એકાસણાં કરે છે જવારા વાવે છે અને તે પાંચે પાંચ દિવસ આ જવારાની પૂજા કરે છે. જવારામાં ખાસ તો જવ, ઘઉં, તુવેર, મગ, ચોળા, તલ અને ડાંગર એમ સાત ધાનને માટીમાં વાવવામાં આવે છે. જવારાના પૂજનમાં કુમકુમ, અક્ષત અને અબીલ ગુલાલ તેમજ દૂધથી પૂજા કરે છે. પાંચમાં દિવસે આ વ્રત કરનારી બાલિકાઓ જાગરણ કરે છે, અને બીજા દિવસે જવારા નદી, તળાવ કે સમુદ્રમાં વિસર્જિત કરે છે.

આ પણ વાંચો : આ અભિનેત્રીઓએ ક્યારેય નથી છુપાવી પોતાની ગર્ભાવસ્થા, જુઓ હોટ તસવીરો

આ પાંચ દિવસ દરમિયાન કુંવારિકાઓ શિવ-પાર્વતીની પૂજા કરે છે, વાર્તા કર્યા પછી જ એકાસણું કરે છે, અને પાંચ દિવસ બાદ વ્રતની પૂર્ણાહૂતિ એટલે કે અષાઢ સુદ પૂનમના દિવસે વ્રત પૂરું કરે છે. પાંચ દિવસ દરમિયાન કુંવારિકાઓ શિવ મંદિરે જઈને શિવ-લિંગની પૂજા કરે છે.

astrology