The Great Conjunction 2020: 21 ડિસેમ્બરે જાણો શું થશે ખાસ

08 December, 2020 09:44 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

The Great Conjunction 2020: 21 ડિસેમ્બરે જાણો શું થશે ખાસ

The Great Conjunction 2020: 21 ડિસેમ્બરે જાણો શું થશે ખાસ

આપણા સૂર્ય મંડળના સૌથી મોટા ગ્રહ ગુરુ અને શનિ 397 વર્ષ પછી એકબીજાને 'સ્પર્શ' કરતા જોવા મળશે. આ સંજોગ વર્ષના સૌથી નાના દિવસે એટલે કે 21 ડિસેમ્બરના રોજ થશે. આ દુર્લભ ખગોળીય ઘટનામાં બન્ને વચ્ચેનું આભાસી અંતર માત્ર 0.06 ડિગ્રી જેટલું રહેશે. સાથે જ આ બન્ને ચંદ્રમાથી પણ એક ડિગ્રીના અંતરે જોવા મળશે.

આર્યભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન શોધ સંસ્થાન (એરીઝ), નૈનીતાલના ખગોળ વિજ્ઞાની ડૉ. શશિ ભૂષણ પાંડે પ્રમાણે શનિ અને ગુરુને આ દિવસે આંખથી જોઇ શકાશે. હવે આ બન્ને રોમાંચક સંજોગ બનવા જઈ રહ્યા છે, જેમાં ગુરુ તેમજ શનિ પોતાની કક્ષામાં પરિભ્રમણ કરતા એક બીજાને સ્પર્શ કરતા જોવા મળશે. ચાંદી જેવા ચળકતા રંગની કિરણોમાં લપેટાયેલા શનિ ગ્રહની સાથે તેનો ઉપગ્રહ ટાઇટન તેમજ રેયા પણ દેખાશે. તો ગુરુના ચાર ઉપગ્રહ એટલે કે ગાયનામિડ, કેલેસ્ટો, આઇઓ તેમજ યૂરોપા પણ એવા જ દેખાશે. આ ઘટનામાં બન્ને ગ્રહોની સાથે-સાથે તેમના ઉપગ્રહો વચ્ચેનું અંતર પણ એક ડિગ્રી જેટલું રહી જશે.

ગુરુનું ચંદ્ર આઇઓ એવું દેખાશે જાણે તેની સાથે ચોંટેલું છે. પૃથ્વી પરથી જોતા તેમની વચ્ચેનું અંતર આભાસી હશે, જ્યારે હકીકતે શનિ તેમજ ગુરુ નજીક હોવા છતાં તેમની વચ્ચેનું અંતર લગભગ 65.5 કરોડ કિલોમીટર હોય છે. પરંતુ જ્યારે દૂર હોય છે ત્યારે તેમની વચ્ચેનું અંતર 2.21 અરબ કિમી જેટલું હોય છે. જ્યારે તેમના ઉપગ્રહો વચ્ચેનું અંતપ દોઢ લાખથી અઢી કરોડ કિમી જેટલું હશે. આ દુર્લભ ખગોળીય ઘટનામાં બન્ને ગ્રહોના ઉપગ્રહોને દૂરબીનની મદદથી જોઇ શકાય છે. ત્યારબાદ આ બન્ને ગ્રહ 376 વર્ષ પછી એકબીજાની આટલા નજીક પહોંચશે. જો કે દર વીસ વર્ષે બન્ને એકબીજાની નજીક પહોંચે છે.

આ ઘટનાને આપવામાં આવ્યું છે ધ ગ્રેટ કન્જન્કશન એવું નામ
આ દુર્લભ ખગોળીય ઘટનાને વૈજ્ઞાનિકોએ ગ્રેટ કન્જન્કશનની સાથે ક્રિસમસ સ્ટારનું પણ નામ આપ્યું છે. કંજંક્શન એટલે કે આચ્છાદનની ઘટના જે સૂર્ય મંડળમાં થતી હોય છે, પણ આ બન્ને મોટા ગ્રહો ખૂબ જ નજીત આવવાની ઘટનાઓ સદીઓ બાદ આવે છે. જેને કારણે આને ગ્રેટ કંજંક્શન એવું નામ આપવામાં આવ્યું છે.

ગેલિલીયોએ જોયું હતું પહેલીવાર
મહાન વૈજ્ઞાનિક ગેલિલીયો ગેલિલીએ ટેલિસ્કોપ બનાવ્યા પછી 1623માં શનિ તેમજ ગુરુને એકબીજાની આટલા નજીક પહેલી વાર જોયો હતો. ટેલિસ્કોપની સુવિધા ઉપલબ્ધ થવાથી ગ્રહ નક્ષત્ર સહિત બ્રહ્માંડના કેટલાય રહસ્યમયી તેમજ ભ્રામક તથ્યોની સત્યતાનો ખ્યાલ આવ્યો હતો.

વર્ષના સૌથી નાના દિવસે બનશે આ ઘટના
આ ખગોળીય ઘટના વર્ષના સૌથી નાના દિવસે બનવા જઇ રહી છે. આ કારણે આનો રોમાંચ હજી વધી જાય છે. આ ઘટના પશ્ચિમના આકાશમાં જોઇ શકાશે.

national news astrology