Basant Panchami: 25 કે 26 જાન્યુઆરી? ક્યારે છે વસંત પંચમી, જાણો વિધિ અને મૂહુર્ત

19 January, 2023 04:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ વર્ષે વસંત પંચમીનો પર્વ 26 જાન્યુઆરીના 2023ના રોજ જ ઊજવવામાં આવશે. વસંત પંચમીને ઘણી જગ્યાએ શ્રી પંચમી અને ઘણી જગ્યાએ સરસ્વતી પંચમીના નામે પણ ઓળખવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

વસંત પંચમીના (Basant Panchami) પર્વ પર મા સરસ્વતીનું પ્રાગટ્ય થયું છે. આથી આ દિવસે મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. મા સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાન અને વિદ્યા તો પ્રાપ્ત થાય છે પણ સાથે જ મા સરસ્વતીને વાણીની દેવી પણ કહેવામાં આવે છે આથી તેમની પૂજાનું વસંત પંચમીના દિવસે ખાસ મહત્વ હોય છે. આ વર્ષે વસંત પંચમીનો પર્વ 26 જાન્યુઆરીના 2023ના રોજ જ ઊજવવામાં આવશે. વસંત પંચમીને ઘણી જગ્યાએ શ્રી પંચમી અને ઘણી જગ્યાએ સરસ્વતી પંચમીના નામે પણ ઓળખવામાં આવે છે. વસંત પંચમીના દિવસે કરવામાં આવતા સૌથી પ્રસિદ્ધ સંસ્કારોમાંથી અક્ષર, અભ્યાસમ, વિદ્યારંભ, યાત્રા હસન એટલે કે બાળકોના શિક્ષણ સંબંધિત આ કાર્યોને ઉજવવામાં આવ્યા છે.

વસંત પંચમીના શુભ મૂહુર્ત (Basant Panchami 2023 Shubh Muhurat)
માઘ મહિનાની પંચમી તિથિ એટલે કે વસંત પંચમીની તિથિની શરૂઆત 25 જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગીને 34 મિનિટે થઈ રહી છે આની પૂર્ણાહિતી 26 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગીને 28 મિનિટે થશે. ઉદયાતિથિ પ્રમાણે, વસંત પંચમી 26 જાન્યુઆરી 2023ના રોજ ઊજવવામાં આવશે. 26 જાન્યુઆરીના રોજ વસંત પંચમીની પૂજા મૂહુર્ત સવારે 7 વાગીને 7 મિનિટથી લઈને બપોરે 12 વાગીને 35 મિનિટ સુધી રહેશે.

વસંત પંચમીનું  (Basant Panchami 2023 Importance)
વસંત પંચમીને શ્રીપંચમી, જ્ઞાન પંચમી અને મધુમાસના નામે ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે વસંત ઋતુનું આગમન થાય છે. આ દિવસે શિયાળું પૂરું થઈ જાય છે. આ દિવસે સંગીત અને જ્ઞાનની દેવીની પૂજા કરવાથી વ્યક્તિની બુદ્ધિ વધે છે. આ દિવસે કોઈ માંગલિક કાર્યની શરૂઆત કરવાનું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વસંત પંચમીથી બાળકોને ભણાવવાની શરૂઆત કરાવવામાં આવી છે.

વસંત પંચમી પૂજન વિધિ (Basant Panchami 2023 Pujan Vidhi)
વસંત પંચમીના દિવસે ભગવાન કામદેવ અને માતા રતિની પૂજા કરવામાં આવે છે. વસંત પંચમીના દિવસ વહેલા સ્નાન કરીને પીળા વસ્ત્રો ધારણ કરવા. આ દિવસે બધા વિધિ-વિધાન સાથે મા સરસ્વતીની આરાધના કરવી. કહેવામાં આવે છે કે ભગવાન કામદેવ અને માતા રતિની પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. મા સરસ્વતીની પ્રતિમાને પીળા કપડાં પર બેસાડે છે.

તેમની પૂજામાં રોલી, મૌલી, હલ્દી, કેસર, અક્ષત, પીળા કે સફેદ કલરના ફૂલ, પીળી મીઠાઈ વગેરે વસ્તુઓનો ઊપયોગ કરવો. ત્યાર બાદ મા સરસ્વતીની વંદના કરવી અને પૂજાના સ્થાને વાદ્ય યંત્ર અને પુસ્તકો રાખવી. બાળકોને પૂજા સ્થળ પર બેસાડવા. આ દિવસે વસંતનું આગમન થઈ જાય છે આથી દેવી ગુલાબ અર્પિત કરવી જોઈએ. ગુલાલથી એક-બીજાને તિલક કરવું જોઈએ. જણાવવાનું કે મા સરસ્વતીને બાગીશ્વરી, ભગવતી, શારદા, વીણાવાદની અને વાગ્દેવી જેવા અનેક નામોથી પણ પૂજવામાં આવે છે.

આ પણ વાંચો : Shani Gochar 2023 થકી આ રાશિના જાતકોની શરૂ થશે સાડેસાતી, આ કરો ઉપાય...

વસંત પંચમીના દિવસે પીળા રંગનું મહત્વ
પીળું રંગ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવ્યું છે. વસંત પંચમીના તહેવારથી શરૂ થનારી વસંત ઋતુ દરમિયાન ખેતરમાં ફૂલ ખીલે છે, રાઈના છોડ અને ઘઉંનો પાક તૈયાર થવા પર હોય છે. આ સિવાય ખેતરોમાં રંગ-બેરંગી પતંગિયા જોવા મળે છે અને આથી વાતાવરણની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. આથી આ દિવસે પીળા કલરનું વિશેષ મહત્વ કહેવામાં આવ્યું છે. આ પર્વને અનેક સ્થળો પર ઋષિ પંચમીના નામે પણ ઓળખવામાં આવે છે.

astrology gujarati mid-day life and style