Amalaki Ekadashi: આંબળા સાથે જોડાયેલું ધાર્મિક મહાત્મ્ય જાણો, ઉપવાસના અનેક છે ફાયદો

02 March, 2023 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આમલકી એકદાશી(Amalaki Ekadashi ) નો વિધિસર ઉપવાસ કરવાથી, જીવનસાથી સંબંધિત, સિક્ષણ સંબંધિત અને સંતાન સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવા ભગવાનનો આર્શિવાદ પ્રાપ્ત થાય છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

આજે ફાગણ માસની બીજી એકાદશી છે, આ દિવસને આંબળાની એકાદશી (Amalaki EKadashi) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી માટે ઉદયતિથિ અનુસાર આ વખતે ઉપવાસ 3જી માર્ચે કરવામાં આવશે. પરંતુ એકાદશીની તિથિ 2 માર્ચ રહેશે. આ વખતે એકદાશી 2જી માર્ચે એટલે કે ગુરુવારે આવી છે. આવો અદ્ભૂત સંયોગ ક્યારેક જ સર્જાતો હોય છે કે એકાદશી અને ગુરુવાર એકસાથે હોય. ગુરુવારનો દિવસ વિષ્ણુ ભગવાનની પૂજા કરવા માટે સર્વશ્રષ્ઠ માનવામાં આવે છે. માટે જ આ દિવસે એકદાશી આવતાં તેનું મહાત્મ્ય વધી જાય છે.

ઉલ્લેખનીય છે કે આંબળાની એકાદશીને `આમલકી એકદાશી` અને `રંગભરી એકાદશી` તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વખતે તેનો ઉપવાસ 3જી માર્ચે રાખવામાં આવશે. આ દિવસે સંપૂર્ણ ભક્તિ-ભાવ સાથે પૂજા-અર્ચના કરી વિષ્ણુ ભગવાનની આરાધના કરી વ્રત રાખવું. આમલકી એકાદશી વ્રતની અસરથી સાધક જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મેળવીને વિષ્ણુલોકની પ્રાપ્તિ કરે છે. આ વ્રત રાખવાના ઘણા ફાયદા છે.

આમલકી એકાદશી પર આવું ઉપાયો કરવાથી મળશે સફળતા

astrology culture news life and style