સત્ય સ્વતઃ સુખ છે. સુખ સત્ય છે, પ્રકાશ સત્ય છે, અંધકારનું અસ્તિત્વ છે જ નહીં

07 July, 2021 12:12 PM IST  |  Mumbai | Morari Bapu

સાધનાની પદ્ધતિ અલગ-અલગ હોઈ શકે છે, પણ સત્ય તો એક જ છે. આપણે ત્યાં એક શબ્દ છે - સતભેદ. જુદા-જુદા દૃષ્ટિકોણથી જોવામાં આવેલું સત્ય એટલે સતભેદ. આ મેં કરેલો સતભેદનો અર્થ છે. બાકી તો બધા શાણા લોકો સત્યની બાબતમાં એકમત હોય છે.

મિડ-ડે લોગો

આપણે વાત કરી અસત્ય આચરણનાં પાંચ કારણોની. ભય, મજબૂરી, સ્વાર્થ બીજાના કલ્યાણાર્થે અસત્યનું આચરણ અને અસત્ય આચરણનું અંતિમ કારણ, કોઈ કારણ નથી. માણસને ટેવ પડી ગઈ હોય છે એથી ખોટું બોલે છે. કોઈ દબાણ નથી, કોઈ ભય નથી, કોઈના કલ્યાણનો વિચાર મનમાં નથી કે નથી કોઈ સ્વાર્થ. એમ છતાં માણસ વારેઘડીએ ખોટું બોલે છે.
હવે આપણે જરા વાત કરીએ સત્યની વ્યાવહારિકતાની.
સત્ય આપણું જેટલું રક્ષણ કરે છે એટલું રક્ષણ આપણું વિશ્વમાં કોઈ ન કરી શકે. હું ફરી-ફરીને કહું છું અને આ એક જ વાત કહું છું કે સત્ય આપણી જેટલી રક્ષા કરે એવી રક્ષા જગતમાં બીજું કોઈ ન કરી શકે. હા, કસોટી થશે અને ડગલે ને પગલે પરીક્ષાઓ ચાલતી રહેશે, પણ અંતિમ ક્ષણોમાં સત્ય આપણું કવચ બનીને ઊભું રહી જાય છે 
અને એટલે જ કહેવાનું મન થાય કે દુઃખ સત્ય નથી. 
સત્ય તો સ્વતઃ સુખ છે. સુખ સત્ય છે, પ્રકાશ સત્ય છે. અંધકારનું અસ્તિત્વ છે જ નહીં. ઓશોએ બહુ સરસ વાત કહી છે. ઓશોએ કહ્યું હતું કે અંધકાર છે જ નહીં, પ્રકાશની ગેરહાજરીનું નામ જ અંધકાર છે.
આપણે ત્યાં શ્રુતિ કહે છે કે સત્યને જુદા-જુદા દૃષ્ટિકોણથી જોવાની આપણે ત્યાં છૂટ છે. ભલે એ એક રહ્યું, પણ એને જોવાની નજર અને દૃષ્ટિકોણ અલગ-અલગ હોય તો એની છૂટ છે. એટલે જ તો કબીરસાહેબ કહે છે: 
કુણ એક, પનિહારી અનેક બર્તન સબ ન્યારે ભારે, પાણી તત્ત્વ એક સાધનાની પદ્ધતિ અલગ-અલગ હોઈ શકે છે, પણ સત્ય તો એક જ છે. આપણે ત્યાં એક શબ્દ છે - સતભેદ. જુદા-જુદા દૃષ્ટિકોણથી જોવામાં આવેલું સત્ય એટલે સતભેદ. આ મેં કરેલો સતભેદનો અર્થ છે. બાકી તો બધા શાણા લોકો સત્યની બાબતમાં એકમત હોય છે.
મને હમણાં કેટલાક યુવકોએ પૂછ્યું કે તમે કહો છો એ સાચી વાત, પણ તો શું કળિયુગમાં આ દેશમાં સત્ય બોલીને જીવવું શક્ય છે? મેં કહ્યું કે તમારી વાત બરાબર છે, મુશ્કેલ લાગે છે; પણ એક વાત તો છે જ કે સતયુગ અને દ્વાપરમાં સત્યનું આચરણ જેટલું સુલભ નહોતું એટલું સત્યનું આચરણ કળિયુગમાં સુલભ છે.

 સાધનાની પદ્ધતિ અલગ-અલગ હોઈ શકે છે, પણ સત્ય તો એક જ છે. આપણે ત્યાં એક શબ્દ છે - સતભેદ. જુદા-જુદા દૃષ્ટિકોણથી જોવામાં આવેલું સત્ય એટલે સતભેદ. આ મેં કરેલો સતભેદનો અર્થ છે. બાકી તો બધા શાણા લોકો સત્યની બાબતમાં એકમત હોય છે.

morari bapu columnists astrology