Raksha Bandhan 2019:આ વખતે રક્ષાબંધન છે ખાસ, આ છે શુભમુહુર્ત

11 August, 2019 06:23 PM IST  |  મુંબઈ

Raksha Bandhan 2019:આ વખતે રક્ષાબંધન છે ખાસ, આ છે શુભમુહુર્ત

શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન મનાવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન ગુરુવારે 15 ઓગસ્ટે છે. રક્ષાબંધનનો તહેવાર ગુરુવારે હોવાને કારણે તેનું મહત્વ વધી ગયું છે. આ દિવસે ન તો કોઈ ગ્રહણ છે, ન તો ભદ્રા છે. આ જ કારણે આ વર્ષે રક્ષા બંધન શુભસંયોગની સાથે સાથે સૌભાગ્યશાળી પણ છે.

કહેવાય છે કે ભદ્રામાં બહેન ભાઈને રાખડી નથી બાંધતી. પૌરાણિક માન્યતા પ્રમાણે રાવણની બહેને ભદ્રામાં તેને રક્ષા સૂત્ર બાંધ્યું હતું, જેનાથી રાવણનો સર્વનાશ થયો. આ વખતે રાખડી બાંધવાના મુહૂર્ત ખૂબ જ સારા છે. બહેનો સૂર્યાસ્તથી પૂર્વ સુધી ભાઈઓને રાખડી બાંધી શકે છે.

રક્ષાબંધનનું મુહૂર્ત

પૂનમની તિથિનો પ્રારંભ 14 ઓગ્ટે 15:45થી થઈ રહ્યો છે. તેનું સમાપન 15 ઓગસ્ટે 17:58ના રોજ થઈ રહ્યું છે. ત્યારે બહેનો ભાઈઓને 15 ઓગસ્ટે સૂર્યોદયથી સાંજના 5:58 સુધી રાખડી બાંધી શક્શે.

રાખડી બાંધવાનો મંત્ર

'येन बद्धो बलिराजा, दानवेन्द्रो महाबलः तेनत्वाम प्रति बद्धनामि रक्षे, माचल-माचलः'

રાખડી બાંધ્યા બાદ બહેનો ભાઈ પાસે જીવનપર્યંત સંરક્ષણનું વચન લે છે. તો ભાઈ રક્ષાના વચન સાથે પ્રેમ અને ગિફ્ટ પણ આપે છે.

life and style