મિતા વશિષ્ઠઃ 'અગ્નિપંખ' પિતૃસત્તાક સમાજમાં બાઇસાહેબનું સંવેદનશીલ ચિત્રણ

06 October, 2020 01:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મિતા વશિષ્ઠઃ 'અગ્નિપંખ' પિતૃસત્તાક સમાજમાં બાઇસાહેબનું સંવેદનશીલ ચિત્રણ

મિતા વશિષ્ઠ

અભિનેત્રી મિતા વશિષ્ઠે ઝી થિએટરના ડિજીટલ માધ્યમ દ્વારા તેમનું નાટક ‘અગ્નિપંખ’ લોકો સુધી પહોંચી રહ્યું છે ત્યારે લૉકડાઉનમાં પોતાના સમયને પુરેપુરી રીતે માણ્યો હોવા સહિત આ પિરીયડ ડ્રામા વિશે વિગતવાર વાત કરી.  પ્રભાકર લક્ષ્મણ માયકર દ્વારા લિખીત આ નાટકની પૃષ્ઠ ભૂમિ છે 1948નું ભારત. તાજી મળેલી સ્વતંત્રતા પછીનાં સમાજમાં બાઇસાહેબનું પાત્ર જીવી રહ્યું છે. એક પિતૃસત્તાક સમાજમાં માતૃસત્તાક બાઇસાહેબ મિતા વશિષ્ઠનાં જીવનની વાત અહીં કરાઇ છે.

સૌથી પહેલાં તો લૉકડાઉન વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, “મને તો આ સમય ખૂબ ગમ્યો. મારી બિલાડીઓની કંપની અને જાત અંગે અને અનેક બાબતો અંગ પુનઃવિચારણા કરવાનો મોકો મળ્યો વળી કેટલી બધી ચીજો વગર ચાલી શકે છે એ પણ જાણવા મળ્યું.”

અગ્નિપંખ નાટકની વાત કરતાં મિતા વશિષ્ઠે એક ડાયરેક્ટર, લેખક અને અભિનેતા એમ ત્રણેય દ્રષ્ટિકોણ વહેંચ્યા. તે કહે છે કે, “આ એક બહુ જ સારી રીતે લખાયેલું નાટક છે. તેમાં પાત્રો મજબુત, ગરિમાપૂર્ણ અને ધારદાર વાક્છટા ધરાવનારા છે. સંવાદ એ રીતે છે કે દરેકમાં એક અનોખો પર્સનલ ટચ હોય તેમ વર્તાય. દુર્ગેશ્વરી દેવીના પતિનું કામ અને ઘરમાં નિરસતા દાખવવું તેમને બધી બાબતોની સુકાન હાથમાં લેવા મજબુર કરે છે અને પછી સંજોગો બદલાય છે.” જો કે આ પાત્ર સંવેદનશીલ અને વલ્નરેબલ પણ છે તેમ કહેતા તેઓ ઉમેરે છે કે, “બાઇસાહેબનું પાત્ર તેના પતિને જવાબદાર બનાવવાનો પ્રયાસ કરે છે. તે માત્ર એક અનવૉન્ટેડ વાઇફ નથી બીજું ઘણું છે. એ ખૂબ બધાં સ્તર ધરાવતું પાત્ર છે. અભિનેત્રી તરીકે મને આ પાત્રનો ગ્રેસ, ઠસ્સો અને લૂક્સ બધું જ બહુ ગમ્યું. ડાયરેક્ટર ગણેશ યાદવે પુરી સ્વતંત્રતા આપી હતી આ પાત્ર આલેખવા માટે જે પણ બહુ અનિવાર્ય બની રહી.  વળી જે રીતે બાઇસાહેબ તેની પુત્રવધુને ચાર્જ આપે છે એ પણ બહુ જ પ્રભાવી વળાંક છે આખા નાટકનો.’

નાટકને સ્ક્રીન પર રજુ કરવાના અનુભવ અંગે તેમનું કહેવું છે કે, “તેમાં સિનેમા જેવા જંપ નથી હોતા. અહીં કેમેરાને એક્ટર નથી જોતો પણ કેમેરા એક્ટરને અનુસરે છે અને તે જ તેની ચેલેન્જ અને મજા છે.” તેમણે કોન્ટેન્ટનાં ધોધની વાતનાં સંદર્ભે કહ્યું કે, “સારી વાત એ છે કે જે જુનું હતું એ ફરી દેખાવા માંડ્યું છે. દૂરદર્શન સમયનાં સોપ્સ વગેરે લોકો ફરી જોઇ રહ્યા છે. લોકો ફરી એ દિવસો માણી રહ્યા છે. વળી ઓટીટી પ્લેટફોર્મ્સને લીધે ઘણાં નવા પ્રકારનાં કોન્ટેન્ટ અને આર્ટિસ્ટ્સને સ્પેસ મળી રહી છે જે બહુ જ સારી બાબત છે.”

મિતા વશિષ્ઠે ક્રિમિનલ જસ્ટિસ સિરીઝની સિઝન 2નું શૂટિંગ કર્યું છે તથા તેઓ યોર ઓનરની બીજી સિઝનમાં પણ જોવા મળશે, તેમણે લૉકડાઉન દરમિયાન પોતાના લેખનની કામગીરી પણ ચાલુ રાખી છે.