અલી ફઝલે મહિનાઓ સુધી કેમ ફિઝિયોથેરપી કરવી પડી?

12 November, 2020 11:48 PM IST  |  Mumbai | Agencies

અલી ફઝલે મહિનાઓ સુધી કેમ ફિઝિયોથેરપી કરવી પડી?

અલી ફઝલ

તાજેતરમાં રિલીઝ થયેલી ‘મિર્ઝાપુર 2’માં અલી ફઝલે હાથમાં સતત સ્ટિક રાખવી પડી હતી, એને કારણે તેણે મહિનાઓ સુધી ફિઝિયોથેરપી કરાવવી પડી હતી. એ વેબ-સિરીઝમાં તેણે ગુડ્ડુ પંડિતનું પાત્ર ભજવ્યું છે. શોમાં તેને સ્ટિક લઈને ચાલતો દેખાડવામાં આવ્યો છે. શોના પોતાના પાત્રનો ફોટો ટ્વિટર પર શૅર કરીને અલી ફઝલે ટ્વીટ કર્યું હતું કે ‘આ સ્ટિક લઈને ચાલવાથી મારે મારા કાંડાની મહિનાઓ સુધી ફિઝિયોથેરપી કરાવવી પડી હતી. જોકે એનું પરિણામ સારું મળ્યું છે. બીજા ન્યુઝ તરફ ધ્યાન દોરીએ. સારો સમય આવે એની ઉત્સુકતા છે. બૉમ્બેમાં ઠંડી વધી રહી છે. ફાસીઝમ પણ આવી રહ્યું છે. સૌને પ્રેમ.

bollywood web series ali fazal