DUમાં ભણતી વખતે રાજકારણને ખૂબ નજીકથી જાણ્યું હતું મોહમ્મદ ઝીશાન અયૂબે

16 January, 2021 03:43 PM IST  |  New Delhi | Agency

DUમાં ભણતી વખતે રાજકારણને ખૂબ નજીકથી જાણ્યું હતું મોહમ્મદ ઝીશાન અયૂબે

મોહમ્મદ ઝીશાન અયૂબ

મોહમ્મદ ઝીશાન અયૂબનું કહેવું છે કે તે જ્યારે દિલ્હી યુનિવર્સિટીમાં ભણતો હતો ત્યારે રાજકારણને ખૂબ નજીકથી જાણવાની તક મળી હતી. ‘તાંડવ’માં તે દિલ્હી યુનિવર્સિટીના એક સ્ટુડન્ટના રોલમાં જોવા મળી રહ્યો છે. તે સ્ટુડન્ટનો લીડર હોય છે જેને રાજકારણમાં ધકેલવામાં આવે છે. એ વિશે ઝીશાને કહ્યું હતું કે ‘હું સતત વાંચતો રહું છું અને જ્યારે વાત રાજકારણની આવે છે તો હું સજાગ બનું છું. હું દિલ્હી યુનિવર્સિટીનો સ્ટુડન્ટ હતો એથી પૉલિટ‌િક્સને મેં ખૂબ નજીકથી જોયું છે. મારા માટે તો આ 20 વર્ષનું હોમવર્ક હતું. મારા પાત્ર માટે મેં કોઈ પણ રિયલ લાઇફ વ્યક્તિ કે ઘટનાઓ પરથી પ્રેરણા નથી લીધી, કેમ કે એ એક કાલ્પનિક પાત્ર છે. હું કદી પણ કોઈ પૉલિટિકલ પાર્ટીનો ભાગ નથી બન્યો, પરંતુ અનેક પાર્ટીમાં મારા ફ્રેન્ડ્સ છે. અમે હૉસ્ટેલની રૂમ્સ, કૅન્ટીન અથવા કોઈ પણ સ્થાને બેસીને એના પર ચર્ચા કરતા હતા.’

web series television news tv show