ટિકટૉક બૅન થવાથી ઝીફાઇવને કયો અણધાર્યો ફાયદો થયો?

02 July, 2020 09:19 PM IST  |  Ahmedabad | Mumbai correspondent

ટિકટૉક બૅન થવાથી ઝીફાઇવને કયો અણધાર્યો ફાયદો થયો?

HIPI

ભારત સરકારે ટિકટૉક સહિતની ચીની કંપનીઓને બૅન કરી છે. ભારતમાં મન્થલી ટિકટૉકના આશરે ૧૦ કરોડ ઍક્ટિવ યુઝર્સ છે અને ટિઅર-૨ અને ૩ શહેરોમાં ઘણા યુઝર્સ માટે આ ઍપ ઇન્કમ માટેનો સોર્સ છે એટલે તેઓ ટિકટૉકને ચોક્કસ મિસ કરવાના છે. જોકે આ ટિકટૉક સ્ટાર્સ ભવિષ્યમાં હિપિ સ્ટાર્સ કહેવાય તો નવાઈ નહીં, કારણ કે ઝીફાઇવ તેમના માટે ટૂંક સમયમાં HiPi નામનું શૉર્ટ વિડિયો પ્લૅટફૉર્મ લૉન્ચ કરવાનું છે.
ટોચનું રીજનલ ઓટીટી પ્લૅટફૉર્મ ગણાતું ઝીફાઇવ ડિજિટલ માધ્યમમાં નવી તકો ઝડપી લેવા માટે આતુર છે. આમ તો ઝીફાઇવની બહુ પહેલાંથી આ ઍપ લૉન્ચ કરીને ટિકટૉક સાથે સ્પર્ધા કરવાની યોજના હતી, પણ હવે ટિકટૉક બૅન થઈ ગયું છે એટલે ‘મેઇડ ઇન ઇન્ડિયા’ ઍપને પ્રોત્સાહન મળે એ શક્યતા વધી ગઈ છે. આ ઍપ ઑગસ્ટમાં લૉન્ચ થઈ શકે છે. HiPi ઍપ દરેક પ્રકારના ડિજિટલ વિડિયોઝ માટેનું વન-સ્ટૉપ એન્ટરટેઇનમેન્ટ પ્લૅટફૉર્મ બનશે જેમાં ૧૫-૯૦ સેકન્ડના વિડિયો ક્રીએટ કરીને ઍપ પર અપલોડ કરી શકાશે.

web series zee5