વૂટ સિલેક્ટના થ્રિલર શો મર્ઝીમાં શું છે?

19 March, 2020 07:48 PM IST  |  Ahmedabad

વૂટ સિલેક્ટના થ્રિલર શો મર્ઝીમાં શું છે?

ઓટીટી પ્લૅટફૉર્મ વિશેના એક રિપોર્ટ મુજબ ૨૦૨૦ સુધીમાં ભારત વૈશ્વિક સ્તરે બીજા નંબરનો સૌથી વધુ વિડિયો વ્યુઅર્સ ધરાવતો દેશ બની જશે. જોકે આ વાત આશ્ચર્ય પમાડે એવી નથી, કેમ કે દેશમાં અનેક નવાં ડિજિટલ પ્લૅટફૉર્મ ખૂલી રહ્યાં છે. આ ઓટીટી વર્લ્ડમાં તાજેતરમાં ‘વૂટ સિલેક્ટ’ની એન્ટ્રી થઈ છે. વાયકૉમના પ્લૅટફૉર્મ વૂટ દ્વારા ‘વૂટ સિલેક્ટ’ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે જેમાં પ્રીમિયમ યુઝર્સને ઓરિજિનલ ઇન્ડિયન કન્ટેન્ટ ઉપરાંત ઇન્ટરનૅશનલ કન્ટેન્ટ જોવા મળશે.

‘વૂટ સિલેક્ટ’ દ્વારા ‘અસુર’, ‘મર્ઝી’, ‘ધ રાયકર કેસ’ અને ‘ઇલ્લીગલ’ ઉપરાંત અનેક નવા શોની જાહેરાત કરવામાં આવી છે જેમાંથી ‘અસુર’ અને ‘મર્ઝી’ રિલીઝ થઈ ચૂક્યા છે. સાઇકોલૉજિકલ થ્રિલર ‘અસુર’થી બૉલીવુડ અભિનેતા અર્શદ વારસીએ ડિજિટલ ડેબ્યુ કર્યું છે તો ‘મર્ઝી’માં રાજીવ ખંડેલવાલ (‘શૈતાન’ ફેમ) અને આહના કુમરા (‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ ફેમ) લીડ રોલમાં છે. ‘મર્ઝી’ એક થ્રિલર શો છે જેમાં અનુરાગ (રાજીવ) અને સમીરા (આહના) ડેટ પર જાય છે અને એ પછી તેમની જિંદગીમાં ઊથલપાથલ સર્જાય છે. અનુરાગને મોટો આંચકો ત્યારે લાગે છે જ્યારે સમીરા તેના પર રેપનો આરોપ લગાવે છે અને સત્ય સામે આવે ત્યાં સુધી અનેક ટર્ન અને ટ્ વિસ્ટથી ભરપૂર ડ્રામા દર્શકોને જોવા મળે છે.

television news web series entertainment news