એમએક્સ પ્લેયરની ક્રાઇમ-ડ્રામા સિરીઝ ભૌકાલમાં ખરેખર શું છે?

12 March, 2020 03:57 PM IST  |  Ahmedabad

એમએક્સ પ્લેયરની ક્રાઇમ-ડ્રામા સિરીઝ ભૌકાલમાં ખરેખર શું છે?

ભૌકાલ

એમએક્સ પ્લેયરની વેબ-સિરીઝ ‘ભૌકાલ’ સત્ય ઘટના પર આધારિત એક હાર્ડકોર ક્રાઇમ થ્રિલર છે. ૨૦૦૦ની સાલમાં જાંબાઝ આઇપીએસ અધિકારી નવનીત સિકેરાએ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ઑર્ગેનાઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટનો ખાતમો બોલાવ્યો હતો. ‘એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ’ કહેવાતા નવનીત સિકેરાએ સ્થાનિક રાજકારણીઓ સાથેની ક્રિમિનલ્સની સાઠગાંઠનો પણ અંત આણ્યો હતો. તેમના આ અચિવમેન્ટને ‘ભૌકાલ’માં દર્શાવવામાં આવશે. આ વેબ-સિરીઝમાં મોહિત રૈના નવનીત સિકેરાના રોલમાં છે. મોહિત રૈના ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘ઉરી - ધ સર્જિકલ સ્ટ્રાઇક’ તેમ જ ‘દેવોં કે દેવ મહાદેવ’ અને ’૨૧ સરફરોશ-સારાગઢી ૧૮૯૭’ જેવા ટીવી શોથી જાણીતો બન્યો છે.

દસ એપિસોડની સિરીઝ ‘ભૌકાલ’માં મોહિત રૈના ઉપરાંત અભિમન્યુ સિંહ (ગુલાલ), સિધ્ધાંત કપૂર (બોમ્બૈરિયા), બીદીતા બેગ (બાબુમોશાય બંદૂકબાઝ), ગલ્કી જોશી (મૅડમ સર), સની હિન્દુજા (ધ ફૅમિલી મૅન) જેવા કલાકારો છે. હરમન બાવેજા અને અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ નિર્મિત ‘ભૌકાલ’નું નિર્દેશન જતિન વાગલેએ કર્યું છે.

web series entertainment news