બ્રીધની સેકન્ડ સીઝન અને અસૂર વચ્ચે શું સામ્ય છે?

03 July, 2020 09:45 PM IST  |  Rajkot | Mumbai Correspondence

બ્રીધની સેકન્ડ સીઝન અને અસૂર વચ્ચે શું સામ્ય છે?

બ્રિધ: ઇન ટુ ધ શૅડોઝ

દસમી જુલાઈએ ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થનારી અભિષેક બચ્ચનની પહેલી વેબ-સિરીઝ ‘બ્રીધ : ઇન્ટુ ધ શેડો’ અને કલર્સ વૂટ પર દોઢ મહિના પહેલાં રિલીઝ થયેલી ‘અસૂર’ની સ્ટોરીલાઇન ઑલમોસ્ટ સરખી છે. આ બન્ને વેબ-સિરીઝના સેન્ટરમાં બ્લૅકમેઇલ કરીને મર્ડર કરાવવાની નીતિ અપનાવવામાં આવી છે. ‘બ્રીધ : ઇન્ટુ ધ શેડો’ની પહેલી સીઝનમાં ઑર્ગન-ટ્રાન્સપ્લાન્ટમાં પોતાના દીકરાનો નંબર આગળ આવે એને માટે બાપ એક પછી એક ખૂન કરતો જાય છે તો સેકન્ડ સીઝનમાં એક સાઇકિયાટ્રિસ્ટની દીકરીને કિડનૅપ કર્યા પછી કિડનૅપર બાપ પાસે શરત મૂકીને તેની પાસે મર્ડર કરાવે છે.
વાત ‘અસૂર’ની કરીએ તો ‘અસૂર’માં અમેરિકાથી આવેલા ઇન્ટેલિજન્સ બ્યુરો સાથે જોડાયેલા અધિકારીને કિડનૅપ કરીને તેની વાઇફ અને દીકરીને સલામત રાખવાના હેતુથી અધિકારીના હાથે મર્ડર કરાવવામાં આવે છે.
બન્ને વેબ-સિરીઝનાં હાર્દ એક નીકળતાં હોવાથી અત્યારે સૌથી વધારે ચિંતા જો કોઈને હોય તો એ ‘બ્રીધ’ના પ્રોડ્યુસર અને અભિષેક બચ્ચનને છે.

web series abhishek bachchan entertainment news