ટીવી પર જોવા મળશે હવે વેબ-શો

25 March, 2020 05:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીવી પર જોવા મળશે હવે વેબ-શો

કર લે તૂ મોહબ્બત

કોરોના વાઇરસને કારણે એવી પરિસ્થિતિ સર્જાય છે જેને આપણે પહેલી વાર જોઈ રહ્યા છીએ. જોકે એને કારણે બીજી પણ એવી ઘણી વસ્તુ છે જેને આપણે પહેલી વાર જોઈશું જેમાંનું એક છે વેબ-શોને ટીવી પર જોવું. કોરોના વાઇરસને કારણે શૂટિંગ અટકી ગયું છે અને એથી હવે ટીવી સિરિયલની એક્સ્ટ્રા શોની બૅન્ક પણ પૂરી થવા આવી છે. આથી જ ઝી ટીવી પહેલી વાર તેમના વેબ-શોને હવે ટીવી પર શરૂ કરવા જઈ રહ્યું છે. zee5 અને Alt Balajiના શો ‘કર લે તૂ મોહબ્બત’, ‘બારીશ’ અને ‘કહને કો હમસફર હૈ’ને હવે ઝી ટીવી પર રજૂ કરવામાં આવશે. આ વેબ-શોને ડિજિટલ પ્લૅટફૉર્મ પર ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા. જોકે હવે એને ઇન્ડિયાના ખૂણેખૂણા સુધી પહોંચાડવામાં આવશે. અત્યાર સુધી એવું હતું કે ફિલ્મ અથવા તો ટીવી-સિરિયલ રિલીઝ અથવા તો ટેલિકાસ્ટ થઈ ગયા બાદ એને વેબ પ્લૅટફૉર્મ પર રજૂ કરવામાં આવતી હતી. જોકે હવે વેબ-પ્લૅટફૉર્મની કન્ટેન્ટને ટીવી પર રજૂ કરવામાં આવશે. સોમથી શુક્રવારે રાતે ૯થી ૧૧ સુધી ‘કર લે તૂ મોહબ્બત’, ‘બારીશ’ અને ‘કહને કો હમસફર હૈ’ને રજૂ કરવામાં આવશે. આ સાથે જ સાતથી આઠ અને આઠથી નવ અનુક્રમે ‘કુમકુમ ભાગ્ય’ અને ‘કુંડલી ભાગ્ય’ને રજૂ કરવામાં આવશે. ‘કસમ સે’ને બપોરે બેથી ત્રણ અને ‘‘બ્રહ્મરક્ષક’ને પાંચથી છ દરમ્યાન રજૂ કરવામાં આવશે.

web series television news coronavirus