૧૯૭૬ની નસબંધી પર આધારિત વેબ-ફિલ્મનું શૂટિંગ શરૂ: ઝીફાઇવ પર થશે રિલીઝ

22 January, 2020 01:57 PM IST  |  Mumbai

૧૯૭૬ની નસબંધી પર આધારિત વેબ-ફિલ્મનું શૂટિંગ શરૂ: ઝીફાઇવ પર થશે રિલીઝ

ઝી-5

ઑનલાઇન ડિજિટલ પ્લૅટફૉર્મ ઝીફાઇવ જુદા-જુદા વિષય ધરાવતી સિરીઝ અને ફિલ્મો એક પછી એક રિલીઝ કરી રહી છે. ઝીફાઇવે અનાઉન્સમેન્ટ કરી છે કે ૧૯૭૬માં ભારતમાં લાગેલી કટોકટી દરમ્યાન થયેલી નસબંધી પર આધારિત ફિલ્મ ‘શુક્રાણુ’નું શૂટિંગ શરૂ થયું છે, જેમાં મિર્ઝાપુર વેબ-સિરીઝથી જાણીતો થયેલો અભિનેતા દિવ્યેન્દુ શર્મા, મકડી ફિલ્મથી બાળ-કલાકાર તરીકે કરીઅર શરૂ કરનાર શ્વેતા બાસુ પ્રસાદ અને શીતલ ઠાકુર મુખ્ય પાત્રોમાં દેખાશે. સિરિયલો અને ફિલ્મોનો જાણીતો ચહેરો રાજેશ ખટ્ટર પણ આ સિરીઝમાં મહત્ત્વના પાત્રમાં કાસ્ટ થયો છે.
રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત આ વેબ-ફિલ્મ ‘શુક્રાણુ’માં નાયક નસબંધીને કારણે પોતાના લગ્નજીવન અને પ્રેમજીવન સાથે કઈ રીતે ડીલ કરે છે એ દર્શાવવામાં આવશે. વિષયવસ્તુ જોતાં તે આ સિચુએશનલ-કૉમેડીના જોનરમાં બનશે એવું લાગી રહ્યું છે. દિવ્યેન્દુ શર્માની ઝીફાઇવ પર અગાઉ ‘બદનામ ગલી’ નામની વેબ-ફિલ્મ આવી ચૂકી છે. ‘શુક્રાણુ’નું શૂટિંગ ગયા અઠવાડિયે શરૂ થઈ ચૂક્યું છે અને ૨૦૨૦ની શરૂઆતમાં ઝીફાઇવ પર રિલીઝ કરવાનું હાલમાં નક્કી કરવામાં આવ્યું છે.

zee tv entertaintment