ક્લાસ ઑફ 2020 ટીનેજર્સને જ ફોકસ કરે છે

29 January, 2020 04:15 PM IST  |  Rajkot | Rashmin Shah

ક્લાસ ઑફ 2020 ટીનેજર્સને જ ફોકસ કરે છે

ક્લાસ ઑફ 2020

‘ક્લાસ ઑફ ૨૦૨૦’ ૪ ફેબ્રુઆરીએ એકતા કપૂરના ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થશે. આ વેબ-સિરીઝની ખાસિયત એ છે કે એને ઇન્ડિયાની પહેલી ટીનેજર્સ વેબ-સિરીઝ ગણાવવામાં આવે છે. પ્રી-કૉલેજ સ્ટુડન્ટ્સની પર્સનલ લાઇફમાં કેવા-કેવા પ્રશ્નો છે એની વાત કહેતી આ વેબ-સિરીઝમાં સેક્સ પ્રત્યેની અણસમજ પણ દર્શાવવામાં આવી છે તો સાથોસાથ ઘરમાં ચાલતા પ્રશ્નોની અસર પણ ટીનેજર્સ પર કેવી થાય છે એની વાતો પણ એમાં કરવામાં આવી છે.

એકતા કપૂરની આ વેબ-સિરીઝમાં સ્વાભાવિક રીતે નવા સ્ટાર્સ છે પણ પ્લૅટફૉર્મનો દાવો છે કે આ વેબ-સિરીઝમાં જાણીતા ચહેરા કરતાં પણ વધારે મહત્ત્વનું જો કંઈ હોય તો એ કન્ટેન્ટ છે.

આપણે ત્યાં ટીનેજર્સ માટે કે પછી તેમના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ખાસ કોઈ કન્ટેન્ટ તૈયાર નથી થતું એવું સતત કહેવાતું હોવાથી એકતા કપૂરે ‘ક્લાસ ઑફ ૨૦૨૦’ ડિઝાઇન કરી છે, પણ સાથોસાથ એ વાત પણ મહત્ત્વની છે કે આ વેબ-સિરીઝની લૅન્ગ્વેજ અને એના કોઈ સીન જોઈને તમે હેબતાઈ પણ શકો છો.

ekta kapoor web series Rashmin Shah