પ્રકાશ પદુકોણને હરાવનાર બૅડ્મિન્ટન પ્લેયર સૈયદ મોદી પર બનશે વેબ-સિરીઝ

23 January, 2020 04:17 PM IST  |  મુંબઈ

પ્રકાશ પદુકોણને હરાવનાર બૅડ્મિન્ટન પ્લેયર સૈયદ મોદી પર બનશે વેબ-સિરીઝ

સૈયદ મોદી

અર્જુન અવૉર્ડ વિનર બૅડ્મિન્ટન પ્લેયર સૈયદ મોદીના નામે અનેક એવા રેકૉર્ડ છે જે આજે પણ કોઈ તોડી નથી શક્યું. એકધારાં ૭ વર્ષ સુધી નૅશનલ ચૅમ્પિયન રહેલા સૈયદે દીપિકા પદુકોણના પપ્પા અને ઇન્ટરનૅશનલ બૅડ્મિન્ટન પ્લેયર પ્રકાશ પદુકોણને પણ હરાવ્યા હતા. ૧૯૮૮ની ૨૮ જુલાઈએ સૈયદનું મર્ડર થયું હતું. આ મર્ડર માટે તેપની વાઇફ અમિતા મોદી અને રાહુલ ગાંધીના ખાસ ભાઈબંધ તથા અમેઠીના રાજવી પરિવારના સંતાન સંજય સિંહની લવ-સ્ટોરી જવાબદાર હતી. આ આખા કેસ પર હવે Zee5 વેબ-સિ‌રીઝ કરી રહ્યું છે.

પ્રોડ્યુસર-ડિરેક્ટર અશોક પંડિતના હોમ પ્રોડક્શનમાં બનનારી આ સિરીઝમાં સૈયદ મોદીના મર્ડરકેસ અને તેની વાઇફના એક્સ્ટ્રા મેરિટલ રિલેશનને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. સૈયદ મોદી જો અત્યારે હયાત હોત તો બૅડ્મિન્ટન ફીલ્ડમાં ઇન્ડિયા હજી પણ ઘણું નામ કમાઈ શક્યું હોત, પણ વાઇફની ભૂલને કારણે તેણે જીવ ગુમાવવો પડ્યો.

અમિતા કુલકર્ણી અને સૈયદ મોદીનાં લવ-મૅરેજ હતાં. અમિતા બૅડ્મિન્ટન પ્લેયર હતી અને મુંબઈમાં રહેતી હતી. કરોડપતિ ઘરની અમિતા અને સૈયદ વચ્ચે બધી બાબતમાં ખૂબ અંતર હતું, પણ પ્રેમને આધીન થઈ બન્નેએ મૅરેજ કરી લીધાં હતાં, જે બે વર્ષ બરાબર ચાલ્યાં અને એ પછી અમિતા સંજય સિંહ તરફ આકર્ષિત થઈ અને મૅરેજ ઍનિવર્સરીની સાંજે જ તેનું લખનઉના સ્ટેડિયમમાં મર્ડર કરવામાં આવ્યું. મર્ડરના આરોપસર અમિતા અને સંજય સ‌િંહની અરેસ્ટ થઈ અને પછી તેમને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યાં. ૧૯૯પમાં અમિતા અને સંજય સિંહે મૅરેજ કર્યાં.

આ પણ વાંચો : 83 પછી કબીર ખાન તરત જ કામ શરૂ કરશે વેબ-સિરીઝ ધી ફર્ગોટન આર્મી પર

મોદી નહીં મહેંદી

હા, મોદી અટક ગુજરાતીમાં આવે અને સૈયદની અટક મોદી હતી જ નહીં. સૈયદ મહેંદી તેનું સાચું નામ હતું. નાનપણમાં સ્કૂલમાં ઍડ્મિશન લીધું એ સમયે ભૂલથી મહેંદીનું મોદી થયું અને એ ભૂલને સૈયદની ફૅમિલીએ કન્ટિન્યુ રાખી એટલે સૈયદ મોદી નામ કાયમી બની ગયું. સૈયદ મહેંદીના પાસપોર્ટમાં પણ સૈયદ મોદી જ નામ હતું.

web series television news