અભિષેક બચ્ચનઃ OTTને કારણે નવી ટેલેન્ટ્સ પણ સ્ટારડમ મેળવે છે

08 July, 2020 04:25 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અભિષેક બચ્ચનઃ OTTને કારણે નવી ટેલેન્ટ્સ પણ સ્ટારડમ મેળવે છે

અભિષેક બચ્ચન

એમેઝોન પ્રાઇમની સિરીઝ બ્રિધઃ ઇન ટુ ધી શેડોઝનું ટ્રેઇલર લોન્ચ થયું પછી દર્શકોની ઉત્કંઠા તીવ્ર બની છે. આ શો એમેઝોન પ્રાઇમ વીડિયો પર એક સાથે 200થી વધુ દેશોમાં જોવા મળશે અને આ ક્રાઇમ થ્રિલર સાથે બૉલીવુડ સ્ટાર અભિષેક બચ્ચન પણ ડિજીટલ વિશ્વમાં પગલાં માંડી રહ્યા છે.

અભિષેક બચ્ચનને હાલમાં જ બૉલીવુડમાં 20 વર્ષ પુરાં થયા છે. આ નવી તક વિષે વાત કરતાં અભિષેક બચ્ચને જણાવ્યું કે તેઓ ખુબ જ કૃતજ્ઞતા અનુભવી રહ્યા છે અને ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પુરાં થયા તે સમયે જ ડિજીટલ ડેબ્યુ થવાથી તેમને ખુબ એક્સાઇટિંગ લાગી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, “બધા જ એક્ટર્સ એ વાત સાથે સંમત થશે કે અમારી સ્થિતિ સ્લિપ ફિલ્ડર્સ જેવી હોય છે અને તમારે ગમે ત્યારે તૈયાર જ રહેવું પડશે.મોટા ભાગનાં કામ એ જ રીતે થતાં હોય છે. તક પણ એ રીતે જ આવતી હોય છે, અંતે તમારું નસીબ ઝળકે અને બધું સમું સુતરું પાર પડે છે. બ્રિધ પણ મારી પાસે કંઇક એવી જ રીતે આવી અને એ જ તેની મજા છે.”

અભિષેક બચ્ચને ઉમેર્યું કે, “સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ તમને અઢળક ટેલેન્ટ આપે છે અને એવી ટેલેન્ટને પણ કામ મળે છે જેમને કદાચ પારંપરિક રીતે કામ ન મળી શકત. ક્રિએટિવ ટેલેન્ટ માટે જેટલા પ્લેટફોર્મ હોય તે બહેતર છે.”

તેમના મતે માગ અને પુરવઠો બંન્ને વધવા જોઇએ અને આ મિડીયમની ખાસિયત એ છે કે અહીં કોઇ બ્રાન્ડ મેટર જ નથી કરતી. તેમણે કહ્યું કે, “ઇન્ડસ્ટ્રીમાં ૨૦ વર્ષ કામ કર્યા પછી, ૬૬ ફિલ્મો કર્યા પછી હું એક્ટર, પ્રોડ્યુસર, સિંગર અને વોઇરસ ઓર આર્ટિસ્ટ પણ છું અને એનું અર્થ એમ જરાય નથી થતો કે હું એટલા માટે વેબ શો કરું છું કારણકે મને પરવા નથી.”

બ્રિધનું શુટિંગ બે વર્ષ પહેલાં 2018માં શરૂ થયુ હતું. ત્યારે જે બે શો પૉપ્યુલર હતા તેમાં બધા જ ચહેરા નવા હતા અને તે વિશ્વ પ્રસિદ્ધ શોઝ છે. ત્યારે પ્રોફેશનલ ગિગ ન કરેલા એક્ટર આજે આ શોઝને કારણે જ મોટા સ્ટાર્સ છે. આ સિરીઝ એબડેન્શિયા એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત છે તથા મયંક શર્માએ તેનું ડાયરેક્શન કર્યું છે. આ શો ભવાની ઐયર, વિક્રમ તુલી, અર્શદ સૈયદ અને મયંક શર્માએ લખ્યો છે. આ સિરીઝમાં અમિત સાધ સિનિયર ઇન્સ્પેક્ટરનાં રોલમાં છે તથા સાથે નિત્યા મેનન, સૈયામી ખેર પણ અગત્યનાં પાત્રો ભજવી રહ્યા છે. આ શો 10મી જુલાઇએ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે.

abhishek bachchan amazon prime web series