‘હા, વેબ પર સેન્સરશિપની જરૂર છે’: નિકી વાલિયા

30 January, 2020 01:09 PM IST  |  Rajkot

‘હા, વેબ પર સેન્સરશિપની જરૂર છે’: નિકી વાલિયા

નિકી વાલિયા

અનેક ટીવી-સિરિયલ અને ઝીફાઇવની ‘નેવર કિસ યૉર બેસ્ટ ફ્રેન્ડ’માં મહત્ત્વનું કૅરૅક્ટર કરતી નિકી વાલિયા માને છે કે હવે સમય આવી ગયો છે કે વેબ પર સેન્સરશિપ આવે. નિકીએ કહ્યું કે ‘વેબ સિરીઝ પ્રયોગ કરવા માટે નવી તક પૂરી પાડે છે, પણ હા, હવે એવું લાગે છે કે એના પર સેન્સરશિપ હોવી જોઈએ. એનું કારણ પણ છે.

ડિજિટલ પ્લૅટફૉર્મ પર અમુક લિટરેચર એવું પડ્યું છે જે અશ્લીલ છે અને એની કોઈ આવશ્યકતા નથી. અમુક વેબ-સિરીઝમાં પણ એ પ્રકારનું મટીરિયલ છે, જે વગર કારણે ઘુસાડવામાં આવ્યું છે. સેન્સરશિપ હશે તો હેલ્ધી સ્તરનું કન્ટેન્ટ આવશે એવું મને લાગે છે.’

આ પણ વાંચો : ક્લાસ ઑફ 2020 ટીનેજર્સને જ ફોકસ કરે છે

ડિજિટલ પ્લૅટફૉર્મના વધી રહેલા વ્યાપ પછી હવે એવું બન્યું છે કે કેટલાંક પ્લૅટફૉર્મ માત્ર સૉફ્ટ પૉર્ન મટીરિયલ આપવાનું કામ કરે છે, જેને લીધે અન્ય ડિજિટલ પ્લૅટફૉર્મને પણ નુકસાન થઈ રહ્યું છે. નિકી વાડિયા અત્યારે ‘હાઉ ટુ કિલ યૉર હસબન્ડ’ અને ‘ગિલ્ટી’ એમ અન્ય બે વેબ-સિરીઝ કરે છે.

web series television news