એપ્રિલ-એન્ડમાં આવશે ટ્રૅજિક-કૉમિક હસમુખ

06 April, 2020 04:21 PM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

એપ્રિલ-એન્ડમાં આવશે ટ્રૅજિક-કૉમિક હસમુખ

વીર દાસ

નેટફ્લિક્સ પર એપ્રિલના સેકન્ડ હાફમાં રિલીઝ થનારી વેબ-સિરીઝ ‘હસમુખ’ ટ્રૅજિક-કૉમિક સબ્જેક્ટ છે, જેના પ્રોડ્યુસર નિખિલ અડવાણી છે, તો વેબ-સિરીઝમાં વીર દાસ અને રણવીર શૌરી લીડ સ્ટાર છે. ગુજરાતી કૅરૅક્ટરનું બૅકડ્રૉપ ધરાવતી આ વેબ-સિરીઝ આમ તો જૂનમાં રિલીઝ થવાની હતી, પણ કોરોના-વેકેશનમાં એ મૅક્સિમમ લોકો સુધી પહોંચે એવા હેતુથી ઓવરટાઇમ કરીને પોસ્ટ પ્રોડક્શન પૂરું કરવામાં આવ્યું અને વેબ-સિરીઝ રેડી કરવામાં આવી. વેબ-સિરીઝના પ્રોડ્યુસર નિખિલ અડવાણી કહે છે, ‘આ સમયે ઘરમાં રહીને મૅક્સિમમ લડવામાં આવે એ જ જરૂરી છે. પહેલાં આ વેબ-સિરીઝ શાંતિથી તૈયાર કરવાનું પ્લાનિંગ હતું, પણ અત્યારે રાહ જોવી બરાબર નહીં લાગતી હોવાથી અમે એ તૈયાર કરી. મને ખાતરી છે કે અમારો આ ‘હસમુખ’ સૌ કોઈને ગમશે.’

નેટફ્લિક્સ આગામી સમયમાં મૅક્સિમમ ફૅમિલી ડ્રામા લઈ આવવાનો પ્રયાસ કરવાનું છે. ‘હસમુખ’ ઉપરાંત નિખિલ અડવાણી બીજી પણ બે વેબ-સિરીઝ પર કામ કરી રહ્યો છે. આ બન્ને વેબ-સિરીઝ પણ નેટફ્લિક્સ માટે બનશે.

vir das web series television news tv show