નક્સલ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે ટીના દત્તા

03 August, 2020 10:34 PM IST  |  Mumbai Desk | Agencies

નક્સલ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે ટીના દત્તા

ટીના દત્તા

‘ઉતરન’ સિરિયલથી ફેમસ થનાર ટીના દત્તા ‘નક્સલ’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાની છે. આ વેબ-સિરીઝમાં આમિર અલી અને રાજીવ ખંડેલવાલ પણ જોવા મળવાના છે. પોતાના પાત્ર વિશે ટીના દત્તાએ કહ્યું કે ‘વેબ-સિરીઝ ‘નક્સલ’માં હું એકદમ અલગ અવતારમાં જોવા મળવાની છું. આવો રોલ મેં આ અગાઉ કદી સ્ક્રીન પર નથી ભજવ્યો. હું કેતકીના પાત્રમાં જોવા મળવાની છું, જેમાં હું પોલીસ-ઑફિસરની એક સારી, સ્વીટ અને લવિંગ ગર્લફ્રેન્ડ બની છું. આ શોમાં મારો લીડ રોલ છે જેમાં ઘણા બધા ટ્વિસ્ટ્સ અને ટર્ન્સ છે. સાથે જ લોકો પણ મને આ અવતારમાં જુએ એને લઈને હું ખૂબ ઉત્સાહી છું.’

bollywood bollywood news bollywood gossips tina dutta