વિક્રમ ભટ્ટની ટ્વિસ્ટેડ 3ની કાસ્ટમાં ટીના દત્તા અને ગરિમા જૈનની એન્ટ્રી

07 February, 2020 06:07 PM IST  |  Mumbai Desk | parth dave

વિક્રમ ભટ્ટની ટ્વિસ્ટેડ 3ની કાસ્ટમાં ટીના દત્તા અને ગરિમા જૈનની એન્ટ્રી

વિક્રમ ભટ્ટની વેબ-સિરીઝ ‘ટ્વિસ્ટેડ’ની ત્રીજી સીઝનની કાસ્ટમાં ફેરફાર થયા છે. જિયો સિનેમા અને ‘VB ઑન ધ વેબ’ ઍપ પર આવતી આ સિરીઝ એક ઇરોટિક થ્રિલર છે. અગાઉની બન્ને સીઝનમાં નિયા શર્મા અને રાહુલ સુધીર મુખ્ય કલાકારો હતાં. તેમની જગ્યાએ હવે ત્રીજા ભાગ માટે રિયા સેન અને રુશન રાણાનાં નામ ચર્ચાઈ રહ્યાં છે. આ નામ હજી ફાઇનલ થયાં નથી ત્યારે વિક્રમ ભટ્ટે ત્રીજી સીઝન માટે ટીના દત્તા અને ગરિમા જૈનનાં નામ પર મહોર લગાવી છે.

આ બન્ને ટીવી-જગતની જાણીતી અભિનેત્રીઓ છે. ટીના દત્તા ‘ઉતરન’ સિરિયલથી ઘર-ઘરમાં લોકપ્રિય બની હતી. તેણે વિદ્યા બાલનની ‘પરિણીતા’ ફિલ્મમાં પણ અભિનય કર્યો છે. તો ગરિમા જૈન ‘યે હૈં મોહબ્બતેં’, ‘શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી’ જેવા ટીવી-શો તેમ જ ઇરોટિક શો ‘ગંદી બાત’ પણ કરી ચૂકી છે.

parth dave vikram bhatt tina dutta television news web series