‘ડૅમેજ 3’ના રોલ માટે પહેલીવાર ઍક્ટિંગની વર્કશૉપમાં જોડાઈ હતી આમના શરીફ

17 January, 2022 08:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેબ-સિરીઝ ‘ડૅમેજ 3’માં પોલીસના રોલ માટે આમના શરીફે પહેલી વખત ઍક્ટિંગની વર્કશૉપમાં ભાગ લીધો હતો.

‘ડૅમેજ 3’ના રોલ માટે પહેલીવાર ઍક્ટિંગની વર્કશૉપમાં જોડાઈ હતી આમના શરીફ

વેબ-સિરીઝ ‘ડૅમેજ 3’માં પોલીસના રોલ માટે આમના શરીફે પહેલી વખત ઍક્ટિંગની વર્કશૉપમાં ભાગ લીધો હતો. એ સાઇકોલૉજિકલ થ્રિલરમાં તે ડીએસપી રશ્મિ સિંહનો રોલ કરી રહી છે. આ શોનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે. તેની સાથે આ શોમાં શ્રેણુ પરીખ પણ જોવા મળશે. તે જર્નલિસ્ટ બની છે. ૨૦ જાન્યુઆરીએ આ શો હંગામા પ્લે પર રિલીઝ થશે. પોતાના રોલ વિશે આમના શરીફે કહ્યું હતું કે ‘મેં કદી પણ સ્ક્રીન પર પોલીસનો રોલ નથી કર્યો. એ મારા માટે પડકારજનક હતો. એ રોલ સાથે ન્યાય કરવા માટે મારે પહેલી વખત ઍક્ટિંગ વર્કશૉપ કરવી પડી હતી. રિયલ લાઇફમાં હું અને રશ્મિ અલગ-અલગ છીએ. એથી તેને અને તેની માનસિકતાને સમજવા માટે શૂટિંગ શરૂ થાય એ પહેલાં જ મેં તેના જેવું ડ્રેસિંગ કરવાનું શરૂ કર્યું હતું. મારા પાત્રમાં ઓતપ્રોત થવા માટે મેં મારી જાતને આઇસોલેટ પણ કરી હતી. કૅમેરા સામે એ પાત્રને સાકાર કરવા માટે મેં ખૂબ મહેનત કરી હતી.’

Web Series