'Mirzapur 2'ની રિલીઝ પહેલા જ દર્શકો માટે આવી આ ખુશખબરી

26 September, 2020 08:09 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

'Mirzapur 2'ની રિલીઝ પહેલા જ દર્શકો માટે આવી આ ખુશખબરી

મિર્ઝાપુર

એમેઝૉન (Amazon Prime Video) પ્રાઇમ વીડિયો વેબ શૉ 'મિર્ઝાપુર (Mirzapur)'ની બીજી સીઝન રિલીઝ થવા માટે તૈયાર છે. એમેઝૉન (Amazon Prime Video) પ્રાઇમ વીડિયોની ટીમે બધાં જ ચાહકો માટે પહી સીઝન ફ્રીમાં જોવાની તક આપી છે. 'મિર્ઝાપુર'ની પહેલી સીઝન સ્ટ્રીમિંગ માટે અવેલેબલ છે, તો દર્શકોમાં બીજી સીઝન માટે ઉત્સુકતા વધારતાં પ્રાઇમ વીડિયોએ પોતાના ઑફિશિયલ યૂટ્યૂબ ચેનલ પર આખી પહેલી સીઝન અપલોડ કરી દીધી છે.

'મિર્ઝાપુર', કાલીન ભૈયાની સ્ટોરી છે, જે મિર્ઝાપુરના રાજા છે અને તેમની લડાઇ પંડિત બ્રધર્સ, ગુડ્ડૂ અને બબલૂ સાથે છે. આ શૉનું પ્રીમિયર 16 નવેમ્બર 2018ના એમેઝૉન પ્રાઇમ વીડિયો પર કરવામાં આવ્યો હતો અને આને દર્શકો દ્વારા ખૂબ જ લોકપ્રિયતા મળી હતી અને વિવેચકો દ્વારા પણ વખણાઇ હતી.

દર્શકોને લલચાવવા માટે આ પહેલી સીઝનમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, વિક્રાન્ત મૈસી, શ્રિયા પિલગાંવકર, શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ અને કુલભૂષણ ખરબંદાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તો, પંકજ ત્રિપાઠીએ મિર્ઝાપુરના રાજા કાલીન ભૈયાની ભૂમિકામાં બધાને પોતાના ચાહક બનાવી દીધા હતા, જ્યારે અલી ફઝલ અને વિક્રાન્ત મેસીએ ગુડ્ડૂ અને બબલૂ પંડિતના પાત્રમાં બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. બીજી સીઝનમાં તેમની સાથે વિજય વર્મા, પ્રિયાંશુ પેન્યુલી, ઇશા તલવાર, અમિત સિયાલ, અંજુમ શર્મા જોવા મળશે.

એમેઝૉન ઓરિજિનલ સીરિઝ 'મિર્ઝાપુર-2' 23 ઑક્ટોબર 2020ના વિશ્વભરના 200થી વધારે દેશો અને ક્ષેત્રોમાં લૉન્ચ થવા માટે તૈયાર છે.

web series amazon amazon prime