આશ્રમની ત્રીજી સીઝન જાન્યુઆરીમાં

19 November, 2020 10:03 PM IST  |  Rajkot | Rashmin Shah

આશ્રમની ત્રીજી સીઝન જાન્યુઆરીમાં

બૉબી દેઓલ

પહેલી કરતાં પણ બીજી સીઝનને જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યા પછી એમએક્સ પ્લેયરે બૉબી દેઓલ સ્ટારર ‘આશ્રમ’ની ત્રીજી સીઝન હવે જાન્યુઆરીમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.

બૉબી દેઓલની આ વેબ-સિરીઝ રામરહીમ અને આશારામના કૅરૅક્ટરને ધ્યાનમાં રાખીને ડેવલપ કરવામાં આવી છે. પ્રકાશ ઝાએ પ્રોડ્યુસ કરેલી અને ડિરેક્ટ કરેલી આ વેબ-સિરીઝની ત્રીજી સીઝન ‘આશ્રમ’નો અંતિમ ભાગ હશે. બૉબી દેઓલે જે પ્રકારનું કૅરૅક્ટર કર્યું છે એ જોતાં પ્રકાશ ઝાએ જ તેને અન્ય એક વેબ-સિરીઝની પણ ઑફર કરી છે.

એમએક્સ પ્લેયર માટે જ બનનારી આ વેબ-સિરીઝ પૉલિટિકલ થ્રિલર હશે એ પણ નક્કી છે.

bollywood web series bobby deol