‘દિલ્હી ક્રાઇમ’ની બીજી સીઝન આવશે ૨૬ ઑગસ્ટે

23 July, 2022 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શેફાલી શાહની ‘દિલ્હી ક્રાઇમ’ની બીજી સીઝન વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૨૬ ઑગસ્ટે આવશે.

‘દિલ્હી ક્રાઇમ’ની બીજી સીઝન આવશે ૨૬ ઑગસ્ટે

શેફાલી શાહની ‘દિલ્હી ક્રાઇમ’ની બીજી સીઝન વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૨૬ ઑગસ્ટે આવશે. આ સીઝનમાં ડીસીપી વર્તિકા ચતુર્વેદીના રોલમાં શેફાલી વિવિધ ક્રાઇમ ઉકેલતી દેખાશે. નીતિ સિંહની ભૂમિકામાં રસિકા દુગ્ગલ અને ભૂપેન્દ્ર સિંહના રોલમાં રાજેશ તેલંગ જોવા મળશે. એક નિર્દય ઘટનાને ઉકેલવામાં વર્તિકા અને 
તેની ટીમ તનતોડ મહેનત કરે છે. 
‘દિલ્હી ક્રાઇમ’ની પહેલી સીઝનમાં ૨૦૧૨માં થયેલી દિલ્હી ગૅન્ગ-રેપની સત્યઘટના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ૪૮મા ઇન્ટરનૅશનલ એમ્મી અવૉર્ડ્સમાં આ સિરીઝને સન્માનિત પણ કરવામાં આવી હતી. ‘દિલ્હી ક્રાઇમ’ની બીજી સીઝનને તનુજ ચોપડાએ ડિરેક્ટ કરી છે. 

Web Series shefali shah