‘આર્યા’ની બીજી સીઝનને પણ પહેલા જેટલો જ પ્રેમ આપજો : સુસ્મિતા સેન

28 June, 2021 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુસ્મિતા સેને જણાવ્યું છે કે ‘આર્યા’ની બીજી સીઝન તૈયાર છે

સુસ્મિતા સેન

સુસ્મિતા સેને જણાવ્યું છે કે ‘આર્યા’ની બીજી સીઝન તૈયાર છે. તેની પહેલી સીઝનને લોકોએ ખૂબ સારો રિસ્પૉન્સ આપ્યો હતો. તેણે ફેબ્રુઆરીમાં શૂટિંગ શરૂ કર્યું હતું. રોહમન શૉલ સાથેના તેના રિલેશનની ખૂબ ચર્ચા છે. ઇન્સ્ટાગ્રામના લાઇવ સેશન દરમ્યાન સુસ્મિતા સેને કહ્યું હતું કે ‘હવે ‘આર્યા’નું લાસ્ટ શેડ્યુલ બાકી રહ્યું છે. એ કંઈ મોટું નથી. એ જલદી જ પૂરું કરવામાં આવશે. જે પ્રકારે તમે પ્રેમ અને પ્રશંસા ‘આર્યા’ની કરી છે એ અગત્યનું છે. અમે જ્યારે પાછા ફરીશું તો તમારે આ બીજી સીઝનને પણ પ્રેમ આપવો પડશે. તમારે સારી બાબતો માટે રાહ જોવી પડશે.’

sushmita sen Web Series