22 August, 2023 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુસ્મિતા સેન અને અડૉપ્ટેડ દીકરીઓ
સુસ્મિતા સેનની અડૉપ્ટેડ દીકરીઓને પિતાની જરૂર નથી. સુસ્મિતાએ ૨૦૦૦ની સાલમાં રિની અને ૨૦૧૦માં અલિસાને દત્તક લીધી હતી. સુસ્મિતાએ હજી સુધી લગ્ન નથી કર્યાં. તેણે એકલીએ મળીને બન્ને દીકરીઓનો ઉછેર કર્યો છે. રણદીપ હૂડા સાથે બ્રેકઅપ બાદ સુસ્મિતાનું અફેર રોહમલ શૉલ સાથે હતું. સુસ્મિતાની સિરીઝ ‘તાલી’ હાલમાં જ રિલીઝ થઈ છે. સુસ્મિતાને પૂછવામાં આવ્યું હતું કે શું તેની દીકરીઓ પિતાને મિસ કરે છે? તો એનો જવાબ આપતાં સુસ્મિતાએ કહ્યું કે ‘જરા પણ નહીં, કારણ કે તેમને ફાધર ફિગરની જરૂર નથી. તમે એ જ વસ્તુને મિસ કરો છો જે તમારી પાસે હોય છે. વાત એમ છે કે મેં જ્યારે તેમને જણાવ્યું કે મારે લગ્ન કરવાં જોઈએ? તો તેઓ કહે છે શું? શું કામ? અમને પિતા નથી જોઈતા. જોકે મારે તો હસબન્ડ જોઈએ છે. જોકે એની સાથે તમને કોઈ લેવાદેવા નહીં હોય. એ વાતને લઈને અમે ખૂબ મજાક કરતાં હતાં. તેમને ડૅડીની કમી નથી વર્તાતી.’