✕

અલગ જ અંદાજમાં જોવા મળશે સ્ટુડન્ટ ઑફ ધ યર વેબ-સિરીઝ

20 October, 2026 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિરીઝમાં શનાયા કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અગાઉની ફિલ્મોમાં જોવા મળતી કૉલેજની ઝાકમઝાળ અને ગ્લૅમરને બદલે આ વખતે રહસ્ય, હિંસા અને સ્પર્ધાથી ભરેલી અંધકારમય દુનિયા રજૂ કરવામાં આવશે.

સ્ટુડન્ટ ઑફ ધ યર વેબ-સિરીઝ

કરણ જોહર પોતાની લોકપ્રિય ફિલ્મ-ફ્રૅન્ચાઇઝ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ને એકદમ નવા અંદાજમાં રજૂ કરવા જઈ રહ્યો છે. ગઈ કાલે તેણે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર : આફ્ટર ડાર્ક’ નામની નવી વેબ-સિરીઝની જાહેરાત કરી છે. આ સિરીઝમાં શનાયા કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અગાઉની ફિલ્મોમાં જોવા મળતી કૉલેજની ઝાકમઝાળ અને ગ્લૅમરને બદલે આ વખતે રહસ્ય, હિંસા અને સ્પર્ધાથી ભરેલી અંધકારમય દુનિયા રજૂ કરવામાં આવશે.

કરણ જોહરે જાહેર કરેલા સિરીઝના ફર્સ્ટ લુકમાં શનાયા કપૂર લોહીથી ખરડાયેલી હાલતમાં જોવા મળે છે. તેનો આ લુક અત્યાર સુધી દર્શકોએ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ ફ્રૅન્ચાઇઝમાં જોયેલી દુનિયાથી તદ્દન અલગ વાર્તાનો સંકેત આપે છે. સોશ્યલ મીડિયા પર આ જાહેરાત શૅર કરતાં કરણ જોહરે આ ફ્રૅન્ચાઇઝની અત્યાર સુધીની સફરને યાદ કરી હતી. તેણે લખ્યું હતું કે ‘આ અઠવાડિયે નોસ્ટાલ્જિયા જાણે પુરજોશમાં કામ કરી રહ્યું છે! આપણી પ્રિય ‘SOTY’ ફ્રૅન્ચાઇઝને ૧૪ વર્ષ પૂર્ણ થતાં અમે એને આગળ લઈ જવાની નવી સફર શરૂ કરી રહ્યા છીએ, પણ આ વખતે એ ‘આફ્ટર ડાર્ક’માં પ્રવેશી રહી છે. રફ, લોહિયાળ, બેધડક અને સંપૂર્ણપણે પાગલપંતીથી ભરપૂર. તૈયાર થઈ જાઓ.’

karan johar Shanaya Kapoor web series bollywood gossips bollywood entertainment news