02 August, 2023 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રફ્તાર
સિંગર અને રૅપર રફ્તાર હવે કૉમેડી શો ‘બજાઓ’ દ્વારા ઍક્ટિંગ ડેબ્યુ કરી રહ્યો છે. તે તેના ગીત અને પાવરફુલ અવાજ માટે જાણીતો છે. આમિર ખાનની ‘દંગલ’માં તેણે ‘ધાકડ’ ગીતમાં અવાજ આપ્યો હતો. જોકે હવે તે તેના ઍક્ટિંગ ડેબ્યુને લઈને ખૂબ ખુશ છે. પચીસમી ઑગસ્ટે જિયો સિનેમા પર રિલીઝ થઈ રહેલો આ શો બ્રોમૅન્સ-કૉમેડી પર આધારિત છે. આ શોની સ્ટોરી દિલ્હી બેઝ છે. પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની કલરફુલ સાઇડને આ શોમાં દેખાડવામાં આવશે. આ વિશે વાત કરતાં રફ્તારે કહ્યું કે ‘એક આર્ટિસ્ટ તરીકે હું બધા ચૅટબૉક્સને ટિક કરવા માગતો હતો અને એમાં ઍક્ટિંગનો પણ સમાવેશ છે. મારા માટે આ એક ફુલ સર્કલ જેવું છે, કારણ કે આ શોના ડિરેક્ટર્સ શિવ વર્મા અને સપ્તરાજ ચક્રવર્તી એ જ લોકો છે જેમની સાથે ૭ વર્ષ પહેલાં મેં મ્યુઝિક વિડિયો બનાવ્યો હતો.’