સિંગર અમિકા શેલે ઍક્ટિંગના સૂર પકડ્યા છે

30 September, 2021 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લે ‘હાઇ તૌબા : ચૅપ્ટર 3’માં જોવા મળેલી અમિકાએ ‘ઇન્ટેન્શન’નું પહેલું શેડ્યુલ પૂરું કર્યું

અમિકા શેલ

સિંગરમાંથી ઍક્ટર બનનાર અમિકા શેલે તેની વેબ-ફિલ્મ ‘ઇન્ટેન્શન’નું પહેલું શેડ્યુલ પૂરું કરી લીધું છે. આ વેબ-ફિલ્મમાં તેની સાથે અલી અસગર, રાહુલ દેવ, બ્રહ્મા મિશ્રા અને રુઝલાન મુમતાઝ જોવા મળશે. ફિલ્મ વિશે વાત કરતાં અમિકાએ કહ્યું હતું કે ‘આ એક થ્રિલર ફિલ્મ છે જે દર્શકોને ખૂબ જ પસંદ પડશે, કારણ કે આગળ શું થશે એવી સતત તેમનામાં તાલાવેલી જોવા મળશે. આ એક ફ્રેશ સ્ટોરી છે જેમાં ત્રણ ફ્રેન્ડ્સને ચોરી કરવા માટેનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવે છે. જોકે તેઓ જે ઘરમાં જાય છે એ ઘરમાં તેઓ ફસાઈ જાય છે અને એક પછી એક તેમનું મર્ડર થાય છે. મને ખાતરી છે કે દર્શકોને આ ખૂબ જ પસંદ પડશે.’ અમિકા છેલ્લે ‘હાઇ તૌબા : ચૅપ્ટર 3’માં જોવા મળી હતી. ઓટીટી વિશે અમિકાનું કહેવું છે કે ‘ઓટીટીનો બેસ્ટ પાર્ટ એ છે કે નૉન-કન્વેશનલ સ્ટોરીને રજૂ કરવા માટે લોકોને પ્લૅટફૉર્મ મળી ગયું છે. બૉલીવુડમાં ભાગ્યે જ જોવા મળતી હોય એવી સ્ટોરીઝ પણ દર્શકોને હવે આ પ્લૅટફૉર્મ પર જોવા મળે છે.’

Web Series