મિર્ઝાપુરની ગોલુને હાથ લાગી બે બિગ બજેટ વેબ-સિરીઝ

18 November, 2020 03:36 PM IST  |  Ahemadabad | Nirali Dave

મિર્ઝાપુરની ગોલુને હાથ લાગી બે બિગ બજેટ વેબ-સિરીઝ

શ્વેતા ત્રિપાઠી

 ‘મિર્ઝાપુર’ ફેમ શ્વેતા ત્રિપાઠીને બબ્બે વેબ-સિરીઝ હાથ લાગી છે. તે ‘એસ્કેપ લાઇવ’ નામની ટેક્નૉ-થ્રિલર તથા નેટફ્લિક્સની ‘નૈના’ નામની વેબ-સિરીઝમાં જોવા મળશે. એસ્કેપ લાઇવમાં પાંચ એવા સામાન્ય ભારતીયોની વાત છે જેઓ લાઇવ સ્ટ્રીમિંગ ઍપના માધ્યમથી રાતોરાત ફેમસ થઈ જાય છે. એને સિદ્ધાર્થ કુમાર તિવારી પ્રોડ્યુસ કરવાના છે. સિદ્ધાર્થ કુમાર તિવારીએ ‘મહાભારત’, ‘રાધાકૃષ્ણ’, ‘પોરસ’, ‘રામ સિયા કે લવ કુશ’ જેવા પૉપ્યુલર માઇથોલૉજિકલ ટીવી-શો પ્રોડ્યુસ કર્યા છે અને હવે આ લાર્જર ધૅન લાઇફ વેબ-સિરીઝ બનાવશે. તેઓ અભિષેક સેનગુપ્તા સાથે આ શો કો-ડિરેક્ટ પણ કરવાના છે. તો ‘નૈના’ સિદ્ધાર્થ સેનગુપ્તાના પ્રોડક્શન-હાઉસ હેઠળ બની રહી છે.

શ્વેતા ત્રિપાઠીએ કહ્યું કે ‘એસ્કેપ લાઇવ’નો કન્સેપ્ટ બહુ જ અદ્‍ભુત છે અને એનાં બધાં જ પાત્રો ‘ડ્રીમ રોલ’ જેવા છે. આ ઉપરાંત એનું

શૂટિંગ બનારસ પણ થવાનું છે એટલે શ્વેતા બહુ ખુશ છે. ‘રંગ દે બસંતી’ અને ‘ચશ્મે બદ્દૂર’ ફિલ્મો માટે

જાણીતો અભિનેતા સિદ્ધાર્થ સૂર્યનારાયણ પણ ‘એસ્કેપ લાઇવ’માં મહત્ત્વનો રોલ કરી રહ્યો છે. આ સિરીઝનું શૂટિંગ આ મહિને વલસાડના ઉમરગામમાં શરૂ થવાનું છે.

shweta tripathi web series