મિર્ઝાપુર 2 માટે મેકઅપ વગર શૂટિંગ કર્યું હતું શ્વેતા ત્રિપાઠીએ

01 February, 2020 12:06 PM IST  |  Mumbai

મિર્ઝાપુર 2 માટે મેકઅપ વગર શૂટિંગ કર્યું હતું શ્વેતા ત્રિપાઠીએ

શ્વેતા ત્રિપાઠી

શ્વેતા ત્રિપાઠીએ ‘મિર્ઝાપુર 2’ માટે મેકઅપ વગર શૂટિંગ કર્યું હતું. આ વેબ-સિરીઝની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સિરીઝમાં તે ગોલુના રોલમાં જોવા મળશે. તેના શૉર્ટ હેરવાળો લુક જોવા મળશે. એ વિશે શ્વેતાએ કહ્યું હતું કે ‘આ શો માટે મેં મેકઅપ વગર શૂટ કર્યું હતું. હું શૂટ માટે જતી ત્યારે માત્ર સનસ્ક્રીન લગાવીને જતી હતી. ‘મિર્ઝાપુર’ તો ઘણા મહિનાઓનું કમિટમેન્ટ છે. એથી શરૂઆતમાં અમે નક્કી કર્યું હતું કે મારો શૉર્ટ હેરવાળો લુક રહેશે. બાદમાં વિચાર આવ્યો કે વાળ કાપી નાખવામાં આવે. જોકે એનાથી મારા અન્ય પ્રોજેક્ટ પર અસર પડશે, મારે આ લુકમાં ઘણા મહિનાઓ સુધી રહેવાનું હતું. સાથે જ મેં વિગ પહેરવાના આઇડિયાને પણ નકારી દીધો હતો, કારણ કે બનારસમાં આકરા તડકામાં શૂટિંગ કરવાનું હતું. જોકે એમાં ખૂબ મજા આવી હતી. અમે ઘણા સમય સુધી એના પર વિચારણા કરી અને અંતે ડિરેક્ટર ગુરુએ મને વાળ કાપવાની સલાહ આપી હતી.’

shweta tripathi web series