એમ્મી એવોર્ડ્ઝના નોમિનેશન અંગે શેફાલી શાહ કહે છે વર્તિકા શ્રેષ્ઠ પાત્ર

28 September, 2020 12:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એમ્મી એવોર્ડ્ઝના નોમિનેશન અંગે શેફાલી શાહ કહે છે વર્તિકા શ્રેષ્ઠ પાત્ર

શેફાલીના સૌથી પ્રભાવશાળી પ્રોજેક્ટ્સમાં જ્યૂસ, વન્સ અગેન અને ધ લાસ્ટ લર્નનો સમાવેશ થાય છે જેને માટે તેમને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો છે.

રિચિ મહેતાના નેટફ્લિક્સ ઓરિજિનલ શો 'દિલ્હી ક્રાઇમ'માં શેફાલી શાહનું ડીસીપી વર્તિકા ચતુર્વેદી તરીકે શેફાલી શાહનો અભિનય ગયા વર્ષે કોઈપણ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ભારતીય અભિનેતા દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન હતું. આ જ કારણ છે કે પ્રતિષ્ઠિત જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ, આઇ રીલ એવોર્ડ્સ અને એશિયન એકેડેમી ક્રિએટિવ એવોર્ડ્સ (સિંગાપોર)માં, તેમના તેજસ્વી અભિનય માટે  અભિનેત્રીને ત્રણ 'બેસ્ટ એક્ટર' એવોર્ડથી નવાજવામાં આવ્યાં.

આ વર્ષે દિલ્હી ક્રાઇમને આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સ 2020 માં બેસ્ટ ડ્રામા સિરીઝ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. ઇન્ટરનેશનલ એકેડેમી ઑફ ટેલિવિઝન આર્ટ્સ એન્ડ સાયન્સિસ દ્વારા તાજેતરમાં વિવિધ કેટેગરીમાં આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ માટેના નામાંકનની ઘોષણા કરવામાં આવી છે.

૨૦૧૨ માં નવી દિલ્હીમાં નિર્ભયા બળાત્કારની ઘટના પર આધારિત આ શોમાં બહુમુખી અભિનેત્રીએ એક કઠોર પોલીસ અધિકારીની ભૂમિકામાં લોકોનાં દિલ જીતી લીધા છે.

શેફાલી શાહે શૅર કર્યું કે, "હું બહુ જ એક્સાઇટેડ છું. દિલ્હી ક્રાઈમ અને વર્તિકા મારી સાથે બનેલી શ્રેષ્ઠ બાબતોમાંની એક છે. નામાંકન અથવા એવોર્ડ સિવાય, હું આ શોનો ભાગ હતી એ જ બહુ મોટી બાબત છે."

શેફાલીના સૌથી પ્રભાવશાળી પ્રોજેક્ટ્સમાં જ્યૂસ, વન્સ અગેન અને ધ લાસ્ટ લર્નનો સમાવેશ થાય છે જેને માટે તેમને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો છે.

shefali shah web series entertainment news