શેફાલી શાહ સાથે દેખાશે સીઆઇડીનો અભિજિત

19 March, 2021 03:23 PM IST  |  Mumbai | Rashmin Shah

વિપુલ શાહની વેબ-સિરીઝ ‘હ્યુમન’ માટે ટીવી-સ્ટારને સાઇન કરવામાં આવ્યો

શેફાલી શાહ, આદિત્ય શ્રીવાસ્તવ

સોની ટીવી પર ‘સીઆઇડી’માં સિનિયર ઇન્સ્પેક્ટર અભિજિતનું કૅરૅક્ટર દસકાઓ સુધી નિભાવનાર ઍક્ટર આદિત્ય શ્રીવાસ્તવ હવે તમને વિપુલ શાહની વેબ-સિરીઝ ‘હ્યુમન’માં જોવા મળશે. ‘હ્યુમન’ હૉટસ્ટાર માટે બનાવવામાં આવે છે. આ વેબ-સિરીઝમાં શેફાલી શાહ લીડ સ્ટાર છે તો શેફાલી સાથે ‘મર્દાની 2’માં ધ્રુજાવી દે એવું કામ કરનાર વિલન વિશાલ જેઠવા, કીર્તિ કુલ્હારી અને સીમા બિશ્વાસ પણ છે.

‘હ્યુમન’ સત્યઘટના પર આધારિત છે. બનાવવામાં આવતી ઍલોપથી મેડિસિનનું જ્યારે માનવ પરીક્ષણ કરવામાં આવે છે ત્યારે એની કેવી અસર થાય છે અને માનવ પરીક્ષણ માટે કેવા-કેવા લોકો પોતાની લાઇફના કેવા સંજોગો વચ્ચે તૈયાર થતા હોય છે એની વાત વેબ-સિરીઝમાં કરવામાં આવી છે. આ અગાઉ શેફાલી શાહ નેટફ્લિક્સની ‘દિલ્હી ક્રાઇમ’ વેબ-સિરીઝ કરી ચૂકી છે.

Entertainment EntertainmentNewsRashminShah Rashmin Shah shefali shah