ધ ફૅમિલી મૅન 2નું ડબિંગ પૂરું કર્યું શરદ કેળકરે

22 October, 2020 11:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધ ફૅમિલી મૅન 2નું ડબિંગ પૂરું કર્યું શરદ કેળકરે

શરદ કેળકર

શરદ કેળકરે ‘ધ ફૅમિલી મૅન 2’નું ડબિંગ પૂરું કરી લીધું છે. આ વેબ-સિરીઝની સ્ટોરી મિડલ ક્લાસ ફૅમિલીના સામાન્ય માણસની આસપાસ ફરે છે જે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના સ્પેશ્યલ સેલ માટે કામ કરે છે. તે દેશની રક્ષાની સાથે જ ફૅમિલી લાઇફને પણ બૅલૅન્સ કરવા માગે છે. ‘ધ ફૅમિલી મૅન’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. એના દ્વારા શરદ કેળકરે ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી હતી. હવે એની બીજી સીઝન પણ લોકોને મનોરંજન પૂરું પાડશે. ડબિંગ સ્ટુડિયોમાંથી ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શરદે કૅપ્શન આપી હતી કે ‘ડબિંગ પૂરું થઈ ગયું છે. ભારતના બેસ્ટ શો ‘ધ ફૅમિલી મૅન’ અને ‘ધ ફૅમિલી મૅન 2’ની સાથે જોડાવાની તક મળી છે. જલદી જ લઈને આવીશું.’

sharad kelkar web series