પ્રતિક ગાંધીની વેબ સિરીઝના વખાણ કર્યા શબાના આઝમીએ, જુઓ શું કહ્યું...

14 October, 2020 04:10 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

પ્રતિક ગાંધીની વેબ સિરીઝના વખાણ કર્યા શબાના આઝમીએ, જુઓ શું કહ્યું...

પ્રતિક ગાંધી

ગુજરાતી થિયેટર અને ફિલ્મ અભિનેતા પ્રતિક ગાંધી સોની લિવ સીરિઝ સ્કૅમ 1992 ધ હર્ષદ મેહતા સ્ટોરીમાં 199ના દાયકામાં ભારતીય અર્થવ્યવસ્થા અને મધ્યમ વર્ગની આકાંક્ષાઓ સાથે કહેર વરસાવનારા વિવાદિત શેર માર્કેટ ગુરુ હર્ષદ મેહતાની ભૂમિકા ભજવી રહ્યો છે.

પ્રતિક ગાંધીની આ વેબસિરીઝ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ છે અને બોલીવુડ એક્ટ્રેસ શબાના આઝમીએ પણ પ્રતિક ગાંધીની આ વેબસિરીઝના ખૂબ જ વખાણ કર્યા છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેમણે આ આખી વેબસિરીઝ એક જ બેઠકમાં જોઇ લીધી અને તેના ખૂબ જ વખાણ કરતા કહ્યું છે કે નાણાંકીય બાબતોની સમજણ ન હોવા છતાં હું આખી વેબ સિરીઝ સાથે ખૂબ જ સારી રીતે જોડાઇ. ડિરેક્શન, રાઇટિંગ, એક્ટિંગ અને કાસ્ટિંગ ખૂબ જ સુંદર છે. ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને પ્રતિક તો બૉર્ન સ્ટાર છે જ.

પ્રતિક ગાંધીએ પણ શબાના આઝમીનો આભાર માન્યો છે.

web series Pratik Gandhi bollywood dhollywood news bollywood news