‘કથલ’ની મિસ્ટરી સૉલ્વ કરશે સાન્યા મલ્હોત્રા

05 May, 2023 04:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સ્ટોરીમાં મિસિંગ કથલની સ્ટોરી દેખાડવામાં આવી છે

‘કથલ’ની મિસ્ટરી સૉલ્વ કરશે સાન્યા મલ્હોત્રા

સાન્યા મલ્હોત્રાની ‘કથલ - અ જૅકફ્રૂટ મિસ્ટરી’ ૧૯ મેએ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી રહી છે જેને ગુનીત મોંગા અને એકતા કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મને ડેબ્યુટાન્ટ ડિરેક્ટર યશોવર્ધન મિશ્રા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે જેમાં રાજપાલ યાદવ, વિજય રાઝ અને અનંતવિજય અને નેહા સરાફે કામ કર્યું છે. આ સ્ટોરીમાં મિસિંગ કથલની સ્ટોરી દેખાડવામાં આવી છે. આ વિશે એકતા કપૂરે કહ્યુ કે ‘અમારી ‘કથલ - અ જૅકફ્રૂટ મિસ્ટરી’ એકદમ યુનિક સટાયર કૉમેડી સ્ટોરી છે જેને રિયલ ઘટના પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી છે. 

કથલને શોધવાની સ્ટોરી ખૂબ જ અદ્ભુત રહેશે અને દર્શકો એને મિસ કરવા નહીં ઇચ્છે એની અમને ખાતરી છે. આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. ગુનીત મોંગા સાથે આ ફિલ્મમાં કામ કરવાની મજા આવી છે. તે ખૂબ જ વિઝનરી પ્રોડ્યુસર છે જે સ્ટોરીટેલિંગના પાવરને જાણે છે. ‘કથલ’ દ્વારા અમે દર્શકોને મજા આવે એટલું જ નહીં, પરંતુ એની ઇમ્પૅક્ટ પણ લાંબા સમય સુધી રહે એવી આશા રાખીએ છીએ.’

entertainment news web series sanya malhotra netflix