ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પણ જોવા મળશે આ વેબ સિરીઝમાં

18 November, 2020 08:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પણ જોવા મળશે આ વેબ સિરીઝમાં

ફાઈલ ફોટો

દેશની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza) ટૂંક સમયમાં ટીબી વિશે લોકોમાં જાગૃતિ લાવવા એક વેબ સિરીઝમાં અભિનય કરવા જઈ રહી છે. આ વેબ સિરીઝનું નામ છે ‘એમટીવી પ્રોહિબિટ અલોન ટુગેધર’. આ વેબ સિરીઝમાં સાનિયા અભિનય કરી રહી છે.

આ બાબતે સાનિયા મિર્ઝાએ કહ્યું, ટીબી હજી પણ આપણા દેશના આરોગ્યની મુખ્ય ચિંતા છે. ટીબીથી પીડિત હોવાનું જાણવા મળ્યા છે, તેમાં 50 ટકા 30 વર્ષથી ઓછી વયના છે અને તેથી આ બીમારી વિશે લોકોમાં ફેલાયેલી ગેરસમજ અને મૂંઝવણને દૂર કરવા અને લોકોની વિચારસરણીમાં પરિવર્તન લાવવું જરૂરી છે. આ વેબ સિરીઝ વિશે ખૂબ જ અનન્ય અને અસરકારક રીતે સંદેશ આપે છે.

તેણે ઉમેર્યું કે, હંમેશા ટીબીથી પીડિત થવાનું જોખમ રહેલું છે. કોરોના રોગચાળાએ આ ભયને વધુ વધાર્યો છે. હવે ટીબીને રોકવો પહેલાં કરતાં વધારે મુશ્કેલ બની ગયો છે અને તેથી જ મને આ વેબ સિરીઝમાં કામ કરવાની પ્રેરણા મળી છે. હું આશા રાખું છું કે આ વેબ સિરીઝમાં મારું કાર્ય ટીબી સામેની સામૂહિક લડતમાં મદદ કરશે અને તે સકારાત્મક પરિવર્તન લાવશે.

આ વેબ સિરીઝની મુખ્ય વાર્તા નવા પરિણીત દંપતી વિક્કી અને મેઘાની સમસ્યાઓ વિશે છે. વિકીના રૂપમાં સૈયદ રઝા અહેમદ અને મેઘા તરીકે પ્રિયા ચૌહાણ. અચાનક જાહેર કરાયેલા લોકડાઉનને કારણે દંપતીને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ વેબ સિરીઝમાં સાનિયા મિર્ઝા લોકડાઉનને કારણે આ દંપતીને જે સમસ્યાઓનો સામનો કરી રહી છે તે તરફ ધ્યાન આપશે. અક્ષય નલવાડે અને અશ્વિન મુશરન પણ આ શોમાં કામ કરી રહ્યા છે. આ વેબ સિરીઝ પાંચ અઠવાડિયાની છે અને નવેમ્બર 2020ના અંતિમ અઠવાડિયામાં એમટીવી ઇન્ડિયા અને એમટીવી પ્રોહિબિશનના સોશિયલ મીડિયા હેન્ડલ પર શરૂ થશે.

sania mirza web series entertainment news