પહેલા ઇન્ટરૅક્ટિવ ક્રાઇમ શો કૌન?માં સંવેદના સુવાલકા

30 December, 2020 04:55 PM IST  |  Mumbai | Nirali Dave

પહેલા ઇન્ટરૅક્ટિવ ક્રાઇમ શો કૌન?માં સંવેદના સુવાલકા

ફ્લિપકાર્ટ વિડિયો પર ૯ જાન્યુઆરીથી શરૂ થનારી ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ સિરીઝ ‘કૌન?’માં ફિલ્મ અને ટીવી-ઍક્ટર સુશાંત સિંહની સાથે અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટરના રોલમાં ગુજરાતી ફિલ્મ ‘બે યાર’ની અભિનેત્રી સંવેદના સુવાલકા છે. નવી સિરીઝ વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં સંવેદના સુવાલકા કહે છે, ‘કૌન ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ શો છે એ તો બરાબર, પણ અહીં નવી વાત એ છે કે આ ઇન્ટરૅક્ટિવ ક્રાઇમ શો છે!’

સંવેદના કહે છે, ‘કૌન?’ના દરેક એપિસોડમાં જુદી-જુદી વાર્તા છે. દરેક વાર્તાના અંતે એક મર્ડર થાય છે અને દરેક વાર્તાના અંતે ઑડિયન્સને પૂછવામાં આવશે કે આ મર્ડર કોણે કર્યું છે? ઑડિયન્સ ધારી શકશે અને બ્રેક પછી રિયલ કિલર કોણ છે એ કહેવામાં આવશે અને સાચું ઑપ્શન સિલેક્ટ કરનારને ઇનામ આપવામાં આવશે!’

‘કૌન?’માં સંવેદના સુવાલકા અને સુશાંત સિંહનાં બે મુખ્ય પાત્રો છે, બાકીનાં એપિસોડ પ્રમાણે બદલાતાં રહેશે. સંવેદનાએ જણાવ્યું કે સુશાંત સિંહ સિનિયર રિટાયર પોલીસ-ઑફિસર છે અને હું યુનિટમાં કામ કરું છું. હું તેમની પાસે કેસ લઈને જાઉં છું. ‘કૌન?’ના પોસ્ટરમાં પણ તેની હટકે થીમની હિન્ટ આપવામાં આવી છે. પોલીસની પીળા કલરની કૉશન ટેપમાં ‘ડૂ નૉટ ક્રૉસ’ લખેલું હોય એને બદલે અહીં ‘પ્લીઝ ક્રૉસ’ લખેલું જોવા મળે છે!

entertainment news web series flipkart