કૅન્ડી માટે ટીચરનું પાત્ર ભજવવું રોનિતને ખૂબ અઘરું લાગ્યું હતું

13 January, 2021 10:45 AM IST  |  New Delhi | Agency

કૅન્ડી માટે ટીચરનું પાત્ર ભજવવું રોનિતને ખૂબ અઘરું લાગ્યું હતું

રોનિત રૉય

વેબ-સિરીઝ ‘કૅન્ડી’ માટે ટીચરનું પાત્ર ભજવવું રોનિત રૉયને ખૂબ અઘરું લાગી રહ્યું હતું. આ શોમાં તેની સાથે રિચા ચઢ્ઢા, મનુ રિશી ચઢ્ઢા અને નકુલ સહદેવ જોવા મળશે. આ વેબ-સિરીઝ આ વર્ષે વુટ સિલેક્ટ પર રિલીઝ થશે. શોની સ્ટોરી ડ્રગ્સ, પૉલિટિક્સ, મહત્ત્વાકાંક્ષા અને હત્યાની આસપાસ ફરશે. હિલટાઉન પર આવેલી બોર્ડિંગ સ્કૂલ પર આધારિત આ શોને આશિષ શુક્લાએ ડિરેક્ટ કર્યો છે. પોતાની ટીચરની ભૂમિકા વિશે રોનિતે કહ્યું હતું કે ‘મારું પાત્ર સ્કૂલ ટીચરનું છે. એ સાંભળીને કોઈ ભ્રમમાં ન રહેતા, કેમ કે મારું પાત્ર ઘણીબધી લેયર્સવાળું, ખૂબ જટીલ, અનેક આંતરિક અને બાહ્ય મુદ્દાઓથી ઝૂઝતું પાત્ર છે. એથી મારી કરીઅરનું આ ખૂબ જ અઘરું પાત્ર છે. બે વર્ષ પહેલાં જ રાઇટર્સે આ શો વિશે મને જણાવ્યું હતું અને એ વખતે તો હું ખૂબ એક્સાઇટેડ થઈ ગયો હતો. તેમણે એ સ્ટોરી પર ખૂબ કામ કર્યું હતું. આ શોને હા કહેવામાં મેં વધુ વિચાર્યું પણ નહોતું. માસ્ક સિવાય શૂટિંગમાં અલગ કહી શકાય એવું કંઈ નહોતું. એ બધું એકસરખું જ લાગી રહ્યું હતું.’

rohit roy web series entertainment news