પીઠમાં ઈજા હોવા છતાં શૂટિંગ કરી રહ્યો હતો રોમાંચ મહેતા

21 August, 2023 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ શોમાં અનેરી વજાણી અને અંશ બાગરી પણ જોવા મળશે. તેનું માનવું છે કે પ્રોજેક્ટને સમયસર પૂરો કરવો જરૂરી છે.

રોમાંચ મહેતા

‘કુલ્ફી કુમાર બાજેવાલા’ અને ‘કભી કભી ઇત્તેફાક સે’માં જોવા મળેલા રોમાંચ મહેતાને પીઠમાં ઈજા થઈ છે. જોકે આમ છતાં તે સતત તેની સિરીઝ ‘બાઘીન’નું શૂટિંગ કરી રહ્યો હતો. આ સિરીઝ ટૂંક સમયમાં અતરંગી ઍપ પર રિલીઝ થશે. એ શોમાં અનેરી વજાણી અને અંશ બાગરી પણ જોવા મળશે. તેનું માનવું છે કે પ્રોજેક્ટને સમયસર પૂરો કરવો જરૂરી છે. એ વિશે રોમાંચ મહેતાએ કહ્યું કે ‘હાલત ગંભીર થવાથી મારે નિર્ણય લેવાનો હતો. આ ફક્ત મારા માટે જ નહોતું, પરંતુ આખી ટીમના લોકો અને તેમના સમર્પણની વાત હતી. મારી પીઠની ઈજા છતાં મારું સમર્પણ સ્ટ્રૉન્ગ રહ્યું. પ્રોજેક્ટની ડેડલાઇન્સ અને એનું સપનું ખૂબ અગત્યનું હતું. હું પોતાને માત્ર એક ઍક્ટર તરીકે નથી જોતો. અમે બધા એક મોટી ટીમ છીએ એવું મારું માનવું છે. એક એવો પરિવાર છે જેને એકબીજાની જરૂર છે. વરસાદનું વાતાવરણ ખૂબ પડકારજનક હતું. મારી પીઠમાં અતિશય દુખાવો ઊપડ્યો હતો છતાં મને દરેકની જવાબદારીનો એહસાસ હતો. હું જ્યારે સેટ પર આવતો ત્યારે હું માત્ર રોમાંચ મહેતા નહોતો, હું મારું પ્રૉમિસ પૂરું કરવા માટે પહોંચ્યો હતો. પ્રોફેશનલ હોવાનો અર્થ એ નથી કે કામ કરવું, પરંતુ તમારું શરીર સાથ ન આપતું હોય એવા સમયે કામ કરવું મહત્ત્વનું બની જાય છે. હવે હું સ્વસ્થ થઈ રહ્યો છું. મને લાગે છે કે મેં જે પણ કામ કર્યું છે એની કદર થઈ રહી છે.’

Web Series web series entertainment news