ડિઝની + હૉટસ્ટાર પર વેબ-સિરીઝ ‘કર્મા કૉલિંગ’ લઈને આવી રહી છે રવીના ટંડન

16 December, 2023 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવીના ટંડન વેબ-સિરીઝ ‘કર્મા કૉલિંગ’ લઈને આવી રહી છે. ડિઝની + હૉટસ્ટાર પર આ સિરીઝ ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

રવીના ટંડન

રવીના ટંડન વેબ-સિરીઝ ‘કર્મા કૉલિંગ’ લઈને આવી રહી છે. ડિઝની + હૉટસ્ટાર પર આ સિરીઝ ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. એ શોમાં ઇન્દ્રાણી કોઠારીના રોલમાં રવીના જોવા મળવાની છે. આ સિરીઝ યુએસની ‘રિવેન્જ’ પરથી ઍડપ્ટ કરવામાં આવી છે. ગ્લૅમરના ઝગમગાટમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની સ્ટોરી રવીના દેખાડશે. શોને રુચિ નારાયણે ડિરેક્ટ કરી છે. શો વિશે રવીના ટંડને કહ્યું કે ‘ઇન્દ્રાણી કોઠારી આખા વિશ્વને પોતાનું મંચ માને છે અને ઘણા સમયથી મેં આવો રોલ નથી કર્યો. ‘કર્મા કૉલિંગ’માં ધનવાનોનાં વિવિધ પાસાંઓને દેખાડશે. ઇન્દ્રાણીનો રોલ કરીને મને એક ઍક્ટર તરીકે પોતાની જાતને વધુ એક્સપ્લોર કરવાની તક મળી છે. આ એક એવો રોલ છે જે કદી જોયો નહીં હોય અને મેં કદી કર્યો નથી. લોકોનાં રીઍક્શન્સ જાણવા માટે હું આતુર છું. રુચિ નારાયણ સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો.’

raveena tandon Web Series web series entertainment news