23 January, 2020 04:16 PM IST | રાજકોટ | રશ્મિન શાહ
અભિષેક બચ્ચન
‘સેક્રેડ ગેમ્સ 2’ના કેટલાક દૃશ્યોને લઈને સોશ્યલ મીડિયા પર એને જબરદસ્ત ટ્રોલ કરવામાં આવી રહી છે. ડ્રગ્સ માટેની રેડ ટેબ્લેટની જગ્યાએ દાડમના દાણા તેમજ ન્યુક્લિયર બોમ્બને ડિએક્ટિવેટ કરવા માટે ઉપયોગમાં આવેલી પેટર્નની જગ્યાએ મોબાઇલને અનલોક કરવાની પેટર્નનો ઉપયોગ કરી એને ટ્રોલ કરવામાં આવી રહી છે. આ જોઈને નેટફ્લિક્સ અને સિરીઝના પ્રોડ્યુસર કરતાં પણ વધારે ટેન્શનમાં જો કોઈ આવ્યું હોય તો તે જુનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચન છે.
અભિષેક અબનડાિન્સયા એન્ટરટેઇનમેન્ટની સક્સેસફુલ વેબ-સિરીઝ ‘બ્રીધ’ની સેકન્ડ સીઝન કરે છે. ‘બ્રીધ’માં આર. માધવન હતો, જ્યારે ‘બ્રીધ-2’માં અભિષેક લીડ સ્ટાર છે અને તેની સાથે અમિત સાધ અને મલયાલમ ઍક્ટર-કમ-સિંગર નિત્યા મેનન છે. વેબ-સિરીઝનું શૂટિંગ પણ ઑલરેડી શરૂ થયાને ત્રણ મહિના વીતી ગયા અને હવે પૅચવર્ક બાકી છે. જોકે એ પછી પણ ‘સેક્રેડ ગેમ્સ-2’ના જે હાલ થયા છે એ જોઈને અભિષેક બચ્ચને નક્કી કર્યું છે કે વેબ-સિરીઝનું ફાઇનલ વર્ઝન તે જુએ અને અપ્રૂવ કરે એ પછી જ ઍમેઝૉન પ્રાઇમને સ્ટ્રિમિંગ માટે મોકલવામાં આવે. જો તેને એવું લાગશે કે સિરીઝ પર હજી કામ કરવાની જરૂર છે તો તે નવેસરથી શૂટ કરાવવા માટે પણ તૈયાર છે.
આ પણ વાંચો : કપિલ શર્મા શૉ: અરૂણા ઈરાની-બિંદુની યાદોનો લાગ્યો તડકો
પહેલી સીઝનની સક્સેસનો ગેરલાભ લેવાના હેતુથી સેકન્ડ સીઝન બનાવી નાખવાની માનસિકતા પોતે ચલાવી લેવા માગતો ન હોવાથી અભિષેકે આવું નક્કી કર્યું છે.