રશ્મિ બાલાજીની વેબ-સિરીઝ સાઇન કરશે?

12 February, 2020 12:46 PM IST  |  Rajkot | Rashmin Shah

રશ્મિ બાલાજીની વેબ-સિરીઝ સાઇન કરશે?

રશ્મિ દેસાઈ

‘બિગ બૉસ’ના ઘરમાં રહેલી ઍક્ટ્રેસ રશ્મિ દેસાઈ ઘરની બહાર આવતા વીકે આવશે, પણ તે બહાર આવે એ પહેલાં જ તેને માટે એકતા કપૂરની એક વેબ-સિરીઝની ઑફર તૈયાર થઈ ગઈ છે. બાલાજી ટેલિફિલ્મ્સના ડિજિટલ પ્લૅટફૉર્મની એક અપકમિંગ વેબ-સિરીઝ માટે રશ્મિની રાહ જોવાઈ રહી છે. રશ્મિ દેસાઈ બહાર આવે એ પછી તેને એ સબ્જેક્ટ સંભળાવવામાં આવશે. બાલાજીની ખાસિયત મુજબ આ સબ્જેક્ટ પણ બોલ્ડ વિષય પર આધારિત હોવાનું માનવામાં આવે છે. રશ્મિ દેસાઈએ અત્યાર સુધીમાં જેકોઈ કૅરૅક્ટર કર્યાં છે એ ઘરરખ્ખુ દીકરી કે વહુના કર્યાં હોવાથી સૌથી મોટો પ્રશ્ન એ છે કે રશ્મિ એ વેબ-સિરીઝ સ્વીકારશે કે નહીં?

બહુ ઓછા લોકોને ખબર છે કે રશ્મિ દેસાઈ એકતા કપૂરની વાતને બને ત્યાં સુધી ટાળતી નથી. રશ્મિ તેના એક્સ-હસબન્ડ નંદિશ સંધુ સાથે ડિવૉર્સ લેવાની હતી એ પહેલાં બન્નેને કપલ તરીકે એક ડાન્સ-શો મળ્યો અને રશ્મિએ એ શો કરવાની ના પાડી દીધી હતી. એ સમયે પણ રશ્મિને એકતાએ જ શો કરવા માટે સમજાવી હતી અને રશ્મિએ એકતાની એ વાત માની પણ હતી. આ વખતે પણ એવી ધારણા રાખી શકાય કે એકતા કપૂર પોતાની વેબ-સિરીઝ માટે રશ્મિને મનાવી લે.

balaji telefilms rashami desai web series Rashmin Shah