hoichoi લાવશે ગુજરાતી કન્ટેન્ટ

22 January, 2020 07:02 PM IST  |  રાજકોટ

hoichoi લાવશે ગુજરાતી કન્ટેન્ટ

hoichoi

રાજકોટ : (મિડ-ડે પ્રતિનિધિ) કલકત્તાના જાણીતા પ્રોડક્શન હાઉસ hoichoi (વાંચો, હોઇચોઇ)એ બંગાલી અને હિન્દીમાં અનેક સફળ વેબ-સિરીઝ બનાવી છે, પણ હવે એ ગુજરાતી વેબ-સિરીઝ અને ડિજિટલ કન્ટેન્ટ બનાવવાની દિશામાં આગળ વધી છે. વોડાફોન-આઇડિયાના એન્ટરટેઇનમેન્ટ પ્લૅટફૉર્મ વોડાફોન પ્લે માટે કંપની ગુજરાતી વેબ-સિરીઝ બનાવશે જે વોડાફોન પ્લે પર ફ્રી જોવા મળશે. આ માટે hoichoiએ છ સબ્જેક્ટ ફાઇનલ પણ કર્યા છે અને હવે એ છ સબ્જેક્ટ પર કાસ્ટિંગ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : બાસ્કેટબૉલ પ્લેયર સતનામ પર વેબ-ફિલ્મ

hoichoi ફિલ્મ પ્રોડક્શન ઉપરાંત વેબ-સ‌િરીઝ અને ટીવી-સિરિયલ બનાવે છે. ગુજરાતી કન્ટેન્ટ માટે કંપનીએ સત્ય ઘટનાઓનો આધાર લીધો છે જેના પર વેબ-સિરીઝ બનાવવામાં આવશે. આ છ સત્ય ઘટનામાં ક્રાઇમ, રોમૅન્સ, સસ્પેન્સ-થ્રિલર અને સોશ્યલ ઇન્સિડન્ટ્સ સામેલ છે.

web series